ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા શાહપુર ગામની સીમમાં થયેલા ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં ગાંધીનગર એલસીબી અને ડભોડા પોલીસને મોટી સફળતા મળી છે.

ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા શાહપુર ગામની સીમમાં થયેલા ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં ગાંધીનગર એલસીબી અને ડભોડા પોલીસને મોટી સફળતા મળી છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે.
પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યા
પોલીસ ટીમો ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે શાહપુર ગામની સીમમાં હાઇટેક પ્રોજેક્ટ કોલોની ખાતે રહેતો મૂળ પશ્ચિમ બંગાળનો શ્રમિક શ્યામલ બાગદી ત્યાં હાજર છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી શ્યામલ ગોકુલ બાગદી (ઉં.વ. ૨૬, મૂળ રહે. બાલીજુરી, જિ. બીરભૂમ, પશ્ચિમ બંગાળ) ને ઝડપી લીધો હતો.
ડભોડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ (BNS) ની કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.આ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પો.ઇન્સ. ડી.બી. વાળા, પો.ઇન્સ. કે.જે. રાઠોડ, પો.ઇન્સ. આર.એલ. ગોયલ, પો.સબ.ઇન્સ. આર.જી. દેસાઈ, પો.સબ.ઇન્સ. કે.કે. પાટડીયા, પો.સબ.ઇન્સ. બી.એમ. ઝાલા, પો.સબ.ઇન્સ. બી.પી. પટેલ, એ.એસ.આઈ. નીકુલકુમાર બાબુભાઈ, અ.હે.કો. મોહનભાઈ મહાદેવભાઈ, અ.પો.કો. અમીતકુમાર કનુભાઈ, અ.પો.કો. સુનીલકુમાર રમણભાઈ, અ.પો.કો. વિજયસિંહ તેજસિંહ, અ.પો.કો. વિશાલસિંહ રણજીતસિંહ, અ.હે.કો. ઝવેરભાઈ મહાદેવભાઈ, અ.પો.કો. અલ્પેશભાઈ રમેશભાઈ અને અ.પો.કો. કુલદીપસિંહ દીલીપસિંહ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સરાહનીય જહેમત ઉઠાવી હતી.










