ગાંધીનગર: અંબાપુર કેનાલ પાસે લૂંટ, IT એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીના ગળામાંથી અડધા તોલાની સોનાની ચેઈન ઝૂંટવી તસ્કર ફરાર

લૂંટારૂ તરત જ કેબલબ્રિજ તરફ ભાગ્યો. મનીષે તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પકડાયો નહીં. આ ઘટનાથી ગભરાયેલા ઉર્મી અને મનીષે આસપાસ તેમજ કેનાલ પર તપાસ કરી, પરંતુ લૂંટારૂનો કોઈ પત્તો મળ્યો નહીં.

ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગરના અંબાપુર કેનાલ વિસ્તારમાં શનિવારની રાત્રે એક લૂંટનો બનાવ બન્યો હતો. અજાણ્યા શખ્સે કારમાં બેઠેલી એક યુવતીના ગળામાંથી અડધા તોલાની સોનાની ચેઈન ઝૂંટવી લીધી અને ફરાર થઈ ગયો હતો. આ બનાવથી આસપાસના લોકોમાં ભયનો માહોલ છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

શું હતી ઘટના?
આ ઘટનાનો ભોગ બનેલી 24 વર્ષીય યુવતી ઉર્મી ગોસલીયા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહે છે અને IT એન્જિનિયરિંગનો કોર્સ કરી રહી છે. શનિવાર, 3 ઓગસ્ટ, 2025ના રોજ સાંજે આશરે 6:30 વાગ્યે તેનો મિત્ર મનીષ પરમાર તેને પોતાની Honda Amaze કારમાં લેવા આવ્યો હતો. બંને આશરે 7:00 વાગ્યે ગાંધીનગરના અંબાપુર કેનાલ પાસે બેસવા માટે ગયા હતા.

રાત્રે 8:30 વાગ્યાની આસપાસ બંને કારના આગળના દરવાજા ખોલીને બેઠા હતા. તે સમયે કાળા કલરની મંકી કેપ, કાળો ટી-શર્ટ અને કાળા પેન્ટ પહેરેલો એક પાતળા બાંધાનો અજાણ્યો શખ્સ તેમની કાર પાસે આવ્યો. તેણે હાથમાં રહેલી ટોર્ચ કારમાં ફેરવી, અને અચાનક ઉર્મીના ગળામાંથી આશરે અડધા તોલા વજનની સોનાની ચેઈન ઝૂંટવી લીધી. આ ચેઈન કરબ ડિઝાઈનવાળી અને અંદાજે 25,000 રૂપિયાની કિંમતની હતી.

પોલીસ ફરિયાદ નોંધાઈ
લૂંટારૂ તરત જ કેબલબ્રિજ તરફ ભાગ્યો. મનીષે તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પકડાયો નહીં. આ ઘટનાથી ગભરાયેલા ઉર્મી અને મનીષે આસપાસ તેમજ કેનાલ પર તપાસ કરી, પરંતુ લૂંટારૂનો કોઈ પત્તો મળ્યો નહીં. ઉર્મીએ ઘરે જઈને પરિવાર સાથે વાતચીત કર્યા બાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને લૂંટારૂને પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!