ગાંધીનગર વસંતોત્સવ 2026: 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ખાસ ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા, નિયમ તોડશો તો થશે કડક કાર્યવાહી

ગાંધીનગર વસંતોત્સવ 2026 દરમિયાન 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ટ્રાફિક અને પાર્કિંગ માટે ખાસ જાહેરનામું. નિયમ ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી થશે.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગર શહેરમાં 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમ વસંતોત્સવ 2026ને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાસ ટ્રાફિક અને પાર્કિંગ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સેક્ટર-9 સ્થિત સંસ્કૃતિકુંજ ખાતે યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતા હોવાથી આગોતરા આયોજન કરવામાં આવ્યું છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.આર. શર્મા દ્વારા જાહેર કરાયેલા આ હુકમ મુજબ, નિર્ધારિત સમયગાળા દરમિયાન દરરોજ બપોરે 15:00 કલાકથી રાત્રે 24:00 કલાક સુધી ખાસ પાર્કિંગ વ્યવસ્થા અમલમાં રહેશે.

ક્યાં મળશે પાર્કિંગ સુવિધા?
જ રોડ ટી-પોઈન્ટથી સચિવાલય ગેટ નં-3 સુધીના માર્ગની બંને બાજુ

600 કાર
1500 નાના વાહનો માટે પાર્કિંગ
સરિતા ઉદ્યાન મેઈન ગેટ પાસે

80 કાર માટે VVIP પાર્કિંગ અનામત
સરિતા ઉદ્યાન ચાર રસ્તાથી સેક્ટર-9 તરફનો માર્ગ

2000 નાના વાહનો પાર્ક કરી શકાશે
ઇન્દ્રોડા ગામ પાટિયા પાસે બળીયાદેવ મંદિરવાળું મેદાન

કાર પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થા
નિયમોનો ભંગ કરશો તો થશે કાર્યવાહી, જાહેરનામા મુજબ, ફરજ પરના સરકારી વાહનો અને એમ્બ્યુલન્સને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેના સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 223 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી થશે.

નાગરિકોને ખાસ અપીલ
વસંતોત્સવ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે નાગરિકોએ નિર્ધારિત પાર્કિંગ સ્થળનો જ ઉપયોગ કરવો. અનિયમિત પાર્કિંગ અથવા ટ્રાફિક નિયમોનો ભંગ કરવાથી દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. શહેરમાં સુવ્યવસ્થિત આયોજન અને સુરક્ષા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાનો સહકાર આપવો દરેક નાગરિકની જવાબદારી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!