હોળી-ધૂળેટી માટે GSRTCની મોટી જાહેરાત: 1300 વધારાની બસો દોડશે, ડાકોર-દ્વારકા માટે ખાસ વ્યવસ્થા

હોળી-ધૂળેટી 2026 માટે GSRTC દ્વારા 1300 વધારાની બસ અને 7500 ટ્રિપની જાહેરાત. ડાકોર-દ્વારકા માટે ખાસ 450 બસ, 27 Feb થી 5 March સુધી સેવા.

ગાંધીનગર, શુક્રવાર
હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મુસાફરો માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. તહેવારો દરમિયાન વધતા મુસાફરોને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 1300 વધારાની બસો દોડાવવામાં આવશે.

નિગમ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ વધારાની બસો દ્વારા કુલ 7500 ટ્રિપોનું સંચાલન કરવામાં આવશે. વિવિધ શહેરોમાં નોકરી-ધંધા કરતા લોકો સરળતાથી પોતાના વતનમાં જઈ તહેવાર ઉજવી શકે તે હેતુથી આ ખાસ આયોજન કરાયું છે.

આ રૂટ પર રહેશે ખાસ વ્યવસ્થા
હોળી-ધૂળેટી દરમિયાન ખાસ કરીને નીચેના રૂટ પર વધારાની સુવિધા ઉપલબ્ધ રહેશે:

* અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ
* ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટાઉદેપુર તરફ જતાં મુસાફરો માટે
મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે તમામ ડેપો પર વધારાની વ્યવસ્થા રાખવામાં આવી છે.

ડાકોર અને દ્વારકા માટે 450 બસ
હોળીના તહેવારમાં ડાકોરમાં ફૂલોત્સવ અને દ્વારકામાં દર્શન માટે લાખો ભાવિકો ઉમટે છે. આ ભીડને ધ્યાનમાં રાખીને ડાકોર અને દ્વારકા માટે 450 વધારાની બસ ફાળવવામાં આવી છે, જે કુલ 3500 ટ્રિપો કરશે.

સેવા ક્યારે ઉપલબ્ધ રહેશે?
આ વિશેષ બસ સેવા 27 February થી 5 March 2026 દરમિયાન કાર્યરત રહેશે.

એડવાન્સ બુકિંગની સુવિધા
મુસાફરોને ભીડથી બચાવવા અને સુવિધાજનક મુસાફરી માટે ઓનલાઇન બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. ટિકિટ બુક કરવા માટે:

GSRTCની અધિકૃત વેબસાઇટ: gsrtc.in
GSRTC Mobile App, વધુ માહિતી અથવા પૂછપરછ માટે મુસાફરો 24 કલાક ટોલ ફ્રી નંબર 1800233666666 પર સંપર્ક કરી શકે છે. દરેક ડેપો પરથી પણ ટિકિટ અને માહિતી મળી રહેશે.

હોળી-ધૂળેટી 2026 દરમિયાન મુસાફરોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળે તે માટે GSRTC દ્વારા કરવામાં આવેલ આ આયોજન મુસાફરો માટે રાહતરૂપ સાબિત થશે. જો તમે પણ તહેવાર માટે વતન જવાનું આયોજન કરી રહ્યા છો, તો સમયસર એડ્વાન્સ બુકિંગ કરાવી લો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!