ગાંધીનગર મનપામાં નોકરીની સુવર્ણ તક, 261 પોસ્ટ્સ પર ભરતી પ્રક્રિયા પુરજોશમાં

આ પસંદગી પામેલા કેન્ડિડેટ્સની જાતિ ખરાઈ અને એપોઈન્ટમેન્ટ લેટર આપવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં જ આ કેન્ડિડેટ્સ ગાંધીનગર મનપાનો ભાગ બનશે.

ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વધુ સક્ષમ અને અસરકારક સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી વિવિધ પોસ્ટ્સ માટેની ભરતી પ્રક્રિયા હાલમાં ફુલ સ્વીંગમાં ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ અને મેરિટ બેઝ્ડ હોવાનું મનપા દ્વારા જણાવાયું છે. કુલ 261 જગ્યાઓ પર ચાલી રહેલી આ ભરતીથી શહેરના વહીવટી અને ટેકનિકલ માળખામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.

પહેલા તબક્કાના પરિણામ જાહેર
* મહાનગરપાલિકા દ્વારા કેટલાક મહત્વના પદો માટેના પરિણામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.
* આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ): 16 પોસ્ટ્સ
* મેડિકલ ઓફિસર: 6 પોસ્ટ્સ
* ફાર્માસિસ્ટ: 6 પોસ્ટ્સ
આ પસંદગી પામેલા કેન્ડિડેટ્સની જાતિ ખરાઈ અને એપોઈન્ટમેન્ટ લેટર આપવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં જ આ કેન્ડિડેટ્સ ગાંધીનગર મનપાનો ભાગ બનશે.

હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ભરતી અંતિમ તબક્કામાં
આરોગ્ય વિભાગની 3 મહત્વની પોસ્ટ્સ માટેની ભરતી પ્રક્રિયા પણ તેના ફાઇનલ સ્ટેજમાં છે. આમાં નીચેની પોસ્ટ્સનો સમાવેશ થાય છે.
* લેબ ટેક્નિશિયન: 6 પોસ્ટ્સ
* MPHW: 30 પોસ્ટ્સ
* FHW: 27 પોસ્ટ્સ

આ પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ કરીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જે શહેરી આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવશે.

ક્લાર્ક સંવર્ગમાં સૌથી મોટી ભરતી
આ ભરતી પ્રક્રિયામાં સૌથી વધુ જગ્યાઓ ક્લાર્ક સંવર્ગમાં છે. કુલ 170 ક્લાર્ક ની ભરતી માટેની દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂરી થવાની અપેક્ષા છે, અને ત્યારબાદ આ વિશાળ સંખ્યામાં ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે.

આગળની કાર્યવાહી અને ભવિષ્યની યોજના
દસ્તાવેજોની પુષ્ટિ થયા બાદ, આગામી તબક્કા મુજબ એપોઈન્ટમેન્ટ્સ આપવાની પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરાશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આવનારા દિવસોમાં પણ નાગરિક સુવિધાઓ વધારવા માટે માનવ સંસાધન વિભાગમાં વધુ નવીન પગલાં ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાથી શહેરના આરોગ્ય, પ્રશાસન અને ટેકનિકલ કામગીરીમાં નોંધપાત્ર કાર્યક્ષમતા વધશે, જેનો સીધો લાભ ગાંધીનગરના નાગરિકોને મળશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!