ગુજરાતમાં વરસાદે લીધો વિરામ: 24 કલાકમાં 87 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 87 તાલુકા એવા છે જ્યાં એક ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે, જ્યારે 31 તાલુકામાં તો માત્ર હાજરી પુરાવી હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં 1-2 મિમિ વરસાદ જ નોંધાયો છે.

અમદાવાદ, બુધવાર
ગુજરાતમાં એક સપ્તાહ સુધી ધબધબાટી બોલાવ્યા બાદ મેઘરાજાએ હવે વિરામ લીધો હોય તેમ જણાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 87 તાલુકા એવા છે જ્યાં એક ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે, જ્યારે 31 તાલુકામાં તો માત્ર હાજરી પુરાવી હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં 1-2 મિમિ વરસાદ જ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ
મંગળવાર 29 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને બુધવાર, 30 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં, રાજ્યના 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ સમયગાળામાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 2.13 ઇંચ નોંધાયો છે.

1 થી 3 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયેલા 8 તાલુકા

જિલ્લો તાલુકો વરસાદ (ઇંચમાં)
વલસાડ કપરાડા 2.13
ડાંગ વઘાઈ 1.77
ડાંગ આહવા 1.73
નવસારી ખેરગામ 1.69
નવસારી વાંસદા 1.61
વલસાડ ધરમપુર 1.46
ડાંગ સુબિર 1.14
વલસાડ વલસાડ 1.1

87 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ
SEOC ગાંધીનગરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 95 તાલુકા પૈકી, 87 તાલુકા એવા છે જ્યાં વરસાદનું પ્રમાણ એક ઇંચ કરતાં પણ ઓછું રહ્યું છે. આ દર્શાવે છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નરમ પડ્યો છે.

આજે 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે, બુધવારે, રાજ્યના 12 જિલ્લાઓમાં ભારે વરસાદ (heavy rain) ની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ આગાહી દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી સારો વરસાદ થવાની શક્યતા દર્શાવે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!