હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જાણો કયા જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે અને માછીમારો માટે શું સૂચના છે.

અમદાવાદ, શુક્રવાર
વરસાદના પહેલા રાઉન્ડ બાદ ગુજરાતમાં હવે ફરીથી મેઘરાજાની તોફાની એન્ટ્રી થવાની છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધુ જોવા મળશે.
આગામી દિવસોની આગાહી
હવામાન વિભાગે ખાસ કરીને 18 ઓગસ્ટ માટે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ કારણે 18 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળામાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે. જોકે, 21 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. આજે એટલે કે 15 ઓગસ્ટના રોજ પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે અને તેના માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
યલો એલર્ટ જાહેર થયેલા જિલ્લાઓ
નીચે આપેલા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે અહીં ભારે વરસાદની શક્યતા છે,.
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
આ ઉપરાંત, 16 ઓગસ્ટથી પાટણ સિવાય ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.











