ઈરાન અને ઇઝરાયલ વચ્ચે મિસાઇલો કેવી રીતે બંધ થઈ, મધ્ય પૂર્વમાં રક્તપાત કોણે રોક્યો

એક અધિકારીએ રોયટર્સને જણાવ્યું હતું કે ટ્રમ્પે અમીરને કહ્યું હતું કે ઇઝરાયેલ યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયું છે અને કતાર પાસેથી ઇરાનને પણ સહમત કરવા માટે મદદ માંગી હતી.

અમદાવાદ, મંગળવાર
ઇઝરાયેલે તેહરાનમાં ઇરાની સરકારના સ્થળો પર ઘણા હુમલા કર્યા હોવાની પુષ્ટિ કરી હતી. ઇઝરાયેલી સેનાએ એ પણ જણાવ્યું હતું કે તેમણે ઇરાનના ફોર્ડો સંવર્ધન કેન્દ્ર સુધી પહોંચને અવરોધવા માટે તેની આસપાસના રસ્તાઓ પર હુમલો કર્યો હતો. જોકે, હવે મિડલ ઇસ્ટમાં શાંતિના આસાર દેખાઈ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ કરાર થઈ ગયો છે. શરૂઆતમાં યુદ્ધવિરામને નકાર્યા બાદ, ઇરાને હવે તેને સ્વીકારી લીધો છે, જ્યારે ઇઝરાયેલ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા હજુ બાકી છે.

કતારની મહત્વપૂર્ણ ભૂમિકા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ યુદ્ધવિરામમાં કતારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કતારના પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ તેહરાનને અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ માટે મનાવ્યા હતા. જોકે, કતારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તાજેતરમાં, ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ કતારના અમીરના સંપર્કમાં હતા અને તણાવ ઘટાડવા માટે મદદ માંગી હતી.

અમેરિકા અને કતારના સંયુક્ત પ્રયાસો
એક અધિકારીએ રોયટર્સને જણાવ્યું હતું કે ટ્રમ્પે અમીરને કહ્યું હતું કે ઇઝરાયેલ યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયું છે અને કતાર પાસેથી ઇરાનને પણ સહમત કરવા માટે મદદ માંગી હતી. આના થોડા સમય બાદ જ કતારના પીએમએ ઇરાની અધિકારીઓનો સંપર્ક કર્યો અને કરાર પર તેહરાનની સંમતિ મેળવી. રોયટર્સ સાથેની વાતચીતમાં એક ઇરાની અધિકારીએ પણ સ્વીકાર્યું છે કે કતારની મધ્યસ્થીથી થયેલ યુદ્ધવિરામને તેહરાને સ્વીકારી લીધો છે.

ઇરાનના વિદેશ મંત્રીનું નિવેદન
ઇરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે, “સવારે 4 વાગ્યા સુધી છેલ્લી ઘડી સુધી ઇઝરાયેલને સજા આપવા માટે અમારા શક્તિશાળી સશસ્ત્ર દળોની સૈન્ય કાર્યવાહી ચાલુ રહી. બધા ઇરાનીઓ સાથે મળીને હું અમારા બહાદુર સશસ્ત્ર દળોનો આભાર માનું છું, જેઓ લોહીના છેલ્લા ટીપા સુધી દેશ માટે ઊભા રહ્યા અને જેમણે છેલ્લા સમય સુધી દુશ્મનના દરેક હુમલાનો જવાબ આપ્યો.”

ઇઝરાયેલ કેવી રીતે સંમત થયું?
સૂત્રો અનુસાર, ટ્રમ્પે સોમવારે બપોરે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી અને યુદ્ધવિરામ કરાર નક્કી કર્યો. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ આ માહિતી આપી છે. આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે ઇરાન અને ઇઝરાયેલના યુદ્ધમાં અમેરિકા પણ કૂદી પડ્યું હતું અને તેણે ઇરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરવાનો દાવો કર્યો હતો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!