આતંકવાદી હુમલાથી નારાજ ઈમરાન ખાન: ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરને પદ પરથી હટાવાયા

જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) એ બુધવારે મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરને તેમના પદ પરથી હટાવી દીધા છે.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અશાંત ઓરકઝઈ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં 11 સૈનિકોના મોત થયાના એક દિવસ બાદ, જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) એ બુધવારે મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરને તેમના પદ પરથી હટાવી દીધા છે.

PTIના મહાસચિવ સલમાન અકરમ રાજાએ આ સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે ગંડાપુરને હટાવીને ઈમરાન ખાનની મંજૂરી હેઠળ મુહમ્મદ સોહેલ આફ્રિદીને નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવશે.

રાજાએ રાવલપિંડીની અડિયાલા જેલમાં 73 વર્ષીય પાર્ટી સંસ્થાપક ઈમરાન ખાન સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત કરી હતી. ગંડાપુરે પોતાના રાજીનામાની જાહેરાત કરતા કહ્યું કે, મુખ્યમંત્રીનું પદ ઈમરાન ખાને તેમને આપેલ એક ભરોસો હતો, અને તેમના નિર્દેશો અનુસાર, પોતે પદ પરથી રાજીનામું આપીને તે ભરોસો પાછો આપી રહ્યા છે.

રાજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓરકઝઈની ઘટનાથી ઈમરાન ખાન ખૂબ નારાજ હતા અને તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રીને બદલવા પડશે. આ નિર્ણય પીટીઆઈમાં આંતરિક ઉથલપાથલ અને સુરક્ષાની સ્થિતિ પર ઈમરાન ખાનના કડક વલણને દર્શાવે છે.

 

 

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!