ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થયેલી બે મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચનો પહેલો દિવસ સંપૂર્ણપણે ભારતના નામે રહ્યો.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થયેલી બે મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચનો પહેલો દિવસ સંપૂર્ણપણે ભારતના નામે રહ્યો. આ મુકાબલો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ ઇનિંગ્સ માત્ર 162 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં મોહમ્મદ સિરાજે 4, જસપ્રીત બુમરાહે 3 અને કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે પણ એક વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત ખરાબ રહી અને તે 42 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.
જવાબમાં, ભારતીય ટીમે દિવસના અંત સુધીમાં 2 વિકેટ ગુમાવીને 121 રન બનાવી લીધા હતા. ઓપનર કેએલ રાહુલે અડધી સદી (ફિફ્ટી) ફટકારી અને તે કેપ્ટન શુભમન ગિલ સાથે નોટઆઉટ છે. ભારત માત્ર 41 રનથી જ પાછળ છે.ઓપનર યશસ્વી જયસ્વાલ (36) અને કેએલ રાહુલ વચ્ચે 68 રનની ભાગીદારી થઈ હતી. જોકે, ત્રીજા ક્રમે આવેલા સાઈ સુદર્શન માત્ર 7 રન બનાવીને સસ્તામાં આઉટ થયા હતા.
આ મેચમાં ભારતે કુલદીપ યાદવને પ્લેઇંગ-11માં સામેલ કર્યો છે. વેસ્ટ ઇન્ડીઝ તરફથી પૂર્વ દિગ્ગજ શિવનારાયણ ચંદ્રપૉલના પુત્ર તેજનરાયણ ચંદ્રપૉલે ઓપનિંગ કરી હતી. દિવસના અંતે ભારત મજબૂત સ્થિતિમાં છે.











