ભારતીય સેનાને મળશે અપાચે હેલિકોપ્ટર: પાકિસ્તાનની ઊંઘ હરામ!

અપાચે AH-64 હેલિકોપ્ટર એક અમેરિકન ટ્વીન-ટર્બોશાફ્ટ અટેક હેલિકોપ્ટર છે જેમાં ટેલવ્હીલ-ટાઇપ લેન્ડિંગ ગિયર અને બે લોકોના ક્રૂ માટે કોકપિટ છે.

નવી દિલ્હી, ગુરૂવાર
ભારતીય સેનાની તાકાતમાં જબરદસ્ત વધારો થવા જઈ રહ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ અપાચે AH-64E અટેક હેલિકોપ્ટરનો પહેલો બેચ ભારતીય સેનાને મળવા જઈ રહ્યો છે. આ હેલિકોપ્ટરની ડિલિવરી ટૂંક સમયમાં થશે, જેનાથી સેનાની લડાયક ક્ષમતામાં અનેકગણો વધારો થશે અને પાકિસ્તાન જેવા પાડોશી દેશો માટે ચિંતા વધશે. આ હેલિકોપ્ટરની તૈનાતી પાકિસ્તાન સરહદ નજીક પશ્ચિમી ક્ષેત્રમાં કરવામાં આવશે, જેથી પાકિસ્તાન હંમેશા નિશાન પર રહેશે. હાલમાં, આ અપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ અમેરિકા અને ઇઝરાયેલ જેવા દેશોની સેનાઓ કરી રહી છે.

એક અહેવાલ મુજબ આ અપાચે હેલિકોપ્ટર ભારતીય સેનાને આશરે 15 મહિનાના વિલંબથી મળી રહ્યા છે. ડિલિવરી થતા જ તેમની તૈનાતી પણ શરૂ થઈ જશે. આર્મી એવિએશન કોરે માર્ચ 2024માં જોધપુરમાં તેમની પ્રથમ અપાચે સ્ક્વોડ્રન સ્થાપિત કરી હતી. જોકે, તેના ગઠનના લગભગ 15 મહિના પછી પણ આ સ્ક્વોડ્રન લડાયક અપાચે હેલિકોપ્ટર વિના હતી.

આ અપાચે AH-64E અટેક હેલિકોપ્ટરની ડિલિવરી અમેરિકાથી થવાની છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં ભારત અને અમેરિકા વચ્ચે આ હેલિકોપ્ટર માટે $600 મિલિયનનો સોદો થયો હતો. ગયા વર્ષે મે-જૂન સુધીમાં આ હેલિકોપ્ટર ભારતીય સેનાને મળી જવાની અપેક્ષા હતી, પરંતુ સપ્લાય ચેઇનમાં સમસ્યાઓના કારણે તેની ડેડલાઇન પહેલા ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી હતી. હવે આ જ મહિને ભારતીય સેનાની એવિએશન કોરને આ હેલિકોપ્ટરનો પહેલો બેચ મળી શકે છે. મૂળરૂપે, કુલ છ હેલિકોપ્ટર ત્રણ બેચમાં ભારતમાં આવવાના હતા.

અપાચે AH-64 હેલિકોપ્ટરની વિશેષતાઓ
અપાચે AH-64 હેલિકોપ્ટર એક અમેરિકન ટ્વીન-ટર્બોશાફ્ટ અટેક હેલિકોપ્ટર છે જેમાં ટેલવ્હીલ-ટાઇપ લેન્ડિંગ ગિયર અને બે લોકોના ક્રૂ માટે કોકપિટ છે. તેના નોઝ પર લાગેલા સેન્સર ચોક્કસ ટાર્ગેટ મેળવવા અને રાત્રિના સમયે જોવામાં મદદ કરે છે. તેના આગળના ધડની નીચે 30mm ની M230 ચેઇન ગન અને સ્ટોર માટે ચાર હાર્ડપોઇન્ટ્સ છે, જે AGM-114 હેલફાયર મિસાઈલ અને હાઇડ્રા 70 રોકેટ પોડ્સ માટે છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ હાલમાં અમેરિકન સેના, ઇઝરાયેલી સેના, બ્રિટિશ આર્મી અને સાઉદી અરેબિયાની સેના કરી રહી છે. તેના ભારતીય સેનામાં સામેલ થવાથી પાકિસ્તાન અને ચીન જેવા દેશોની ચિંતામાં વધારો થવો સ્વાભાવિક છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!