પાકિસ્તાની ચેનલો અને સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફરી એક્ટિવ: સસ્પેન્સ યથાવત્!

ભારતમાં ઘણા પાકિસ્તાની ફિલ્મ અને ટીવી સેલેબ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ફરીથી દેખાવા લાગ્યા. આમાં સબા કમર, માવરા હોકેન, અહદ રઝા મીર, હાનિયા આમીર, યમુના જૈદી અને દાનિશ તૈમુરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે.

અમદાવાદ, ગુરૂવાર
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ સાથે જ ભારતે પાકિસ્તાની ન્યૂઝ ચેનલો અને સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, હવે આ એકાઉન્ટ્સ ફરીથી દેખાવા લાગ્યા છે, જે સૂચવે છે કે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. પરંતુ, આ અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે સસ્પેન્સ યથાવત્ છે.

પાકિસ્તાની સેલેબ્સના એકાઉન્ટ્સ અનબ્લોક થયા
ભારતમાં ઘણા પાકિસ્તાની ફિલ્મ અને ટીવી સેલેબ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ફરીથી દેખાવા લાગ્યા. આમાં સબા કમર, માવરા હોકેન, અહદ રઝા મીર, હાનિયા આમીર, યમુના જૈદી અને દાનિશ તૈમુરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. આ તમામ એકાઉન્ટ્સને પહેલગામ હુમલા બાદ ભારત સરકાર દ્વારા બ્લોક કરવામાં આવ્યા હતા.

ન્યૂઝ અને એન્ટરટેઇનમેન્ટ ચેનલો પણ ઉપલબ્ધ
આ ઉપરાંત, Hum TV, ARY Digital અને Har Pal Geo જેવી પાકિસ્તાની ન્યૂઝ અને એન્ટરટેઇનમેન્ટ ચેનલોના યુટ્યુબ પ્લેટફોર્મ પણ ભારતમાં ફરીથી સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થઈ ગયા છે.

પહેલા 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર હતો પ્રતિબંધ
પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં Dawn News, Samaa TV, ARY News અને Geo News જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે. આ ચેનલો પર ભારત વિરોધી પ્રચાર, ખોટી માહિતી અને સાંપ્રદાયિક રીતે ઉશ્કેરણીજનક સામગ્રી પ્રસારિત કરવાનો આરોપ હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ચેનલોએ ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ખોટી અને ભ્રામક સ્ટોરીઝ ફેલાવીને વાતાવરણને ઝેરી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રતિબંધિત ચેનલોના ભારતમાં 63 મિલિયન દર્શકો હતા. શું આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે કે પછી આ માત્ર એક ટેકનિકલ ગ્લિચ છે? સરકારની સત્તાવાર જાહેરાત જ આ સસ્પેન્સ પરથી પડદો ઉચકશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!