અમેરિકાના બેવડા માપદંડ પર ઈરાનનો હુમલો: ‘ભારતને સવાલ પૂછે છે અને પોતે યુદ્ધ અપરાધીઓને બોલાવે છે’

રાજદૂતે ભારપૂર્વક કહ્યું કે, અમેરિકા પોતાની આંતરરાષ્ટ્રીય નીતિઓ અને નૈતિક માપદંડોને પોતાના ફાયદા મુજબ બદલતું રહે છે. તેઓ ભારતને રશિયા સાથે ક્રૂડ ઓઈલનો વેપાર કરવા બદલ દોષિત ઠેરવે છે, પરંતુ બીજી તરફ યુદ્ધ અપરાધીઓ સાથે હાથ મિલાવીને ગાઝામાં હથિયારોનો સપ્લાય કરે છે.

નવી દિલ્હી, રવિવાર
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર ટેરિફ વધારીને વેપાર નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. ખાસ કરીને ભારત પર 25% ટેરિફ વધારીને 50% કરવાની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ઘણી ટીકા થઈ રહી છે. ટ્રમ્પનું માનવું છે કે રશિયા ક્રૂડ ઓઈલની કમાણીનો ઉપયોગ યુક્રેન યુદ્ધ માટે કરી રહ્યું છે. આ કારણોસર તેઓ રશિયા સાથે વેપાર કરતા દેશોને ટાર્ગેટ કરી રહ્યા છે. અમેરિકાની આ નીતિ સામે ચીન, રશિયા, બ્રાઝિલ અને ઈઝરાયલ જેવા દેશોએ ભારતના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. હવે આ કડીમાં ઈરાન પણ જોડાયું છે અને તેણે અમેરિકાના વલણની આકરી ટીકા કરી છે.

ઈરાને અમેરિકાની પોલ ખોલી
ભારતમાં ઈરાનના રાજદૂતે અમેરિકાની વિદેશ નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે તેમના ઓફિશિયલ ‘X’ (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર એક પોસ્ટ કરી, જેમાં અમેરિકાના બેવડા માપદંડોને ઉજાગર કર્યા. રાજદૂતે જણાવ્યું કે, ‘એક તરફ અમેરિકા ભારત પર યુક્રેન યુદ્ધ માટે શંકાસ્પદ ફંડિંગનો આરોપ લગાવે છે, અને બીજી તરફ તે પોતે ICC (International Criminal Court) દ્વારા યુદ્ધ અપરાધો માટે દોષિત ઠેરવાયેલા લોકોને વ્હાઈટ હાઉસમાં બોલાવીને સન્માન આપે છે.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘અમેરિકાએ ઈઝરાયલને હથિયારો આપીને ગાઝામાં થયેલા નરસંહારમાં પોતાને સામેલ કરી લીધું છે. આ બેવડા વલણની પરાકાષ્ઠા છે.’

અમેરિકાની આંતરરાષ્ટ્રીય નીતિ પર સવાલ
રાજદૂતે ભારપૂર્વક કહ્યું કે, અમેરિકા પોતાની આંતરરાષ્ટ્રીય નીતિઓ અને નૈતિક માપદંડોને પોતાના ફાયદા મુજબ બદલતું રહે છે. તેઓ ભારતને રશિયા સાથે ક્રૂડ ઓઈલનો વેપાર કરવા બદલ દોષિત ઠેરવે છે, પરંતુ બીજી તરફ યુદ્ધ અપરાધીઓ સાથે હાથ મિલાવીને ગાઝામાં હથિયારોનો સપ્લાય કરે છે. આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે અમેરિકા પોતાના વૈશ્વિક લાભ માટે નૈતિકતાના ધારાધોરણો બદલી નાખે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!