જુલાઈમાં કેતુ બદલશે ચાલ: આ 4 રાશિઓનું ખુલશે નસીબ, થશે રૂપિયાનો વરસાદ!

કેતુ 20 જુલાઈના રોજ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનો પ્રભાવ આખા વર્ષ દરમિયાન જોવા મળશે. આ ગોચર કેટલાક લોકો માટે શુભ અને કેટલાક માટે અશુભ સાબિત થશે, પરંતુ નીચે જણાવેલ ચાર રાશિઓ માટે તે વરદાનરૂપ બનશે.

અમદાવાદ, બુધવાર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જુલાઈ મહિનો ચાર રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થવાનો છે. ગ્રહોના સેનાપતિ કેતુ થોડા દિવસોમાં પોતાનો માર્ગ બદલી રહ્યા છે, જેના કારણે આ ચાર રાશિના જાતકોને અપાર સફળતા, ધનલાભ અને અટકેલા કાર્યોમાં પ્રગતિ જોવા મળશે. આ મહિનો તેમના માટે નસીબના દરવાજા ખોલશે.

કેતુ 20 જુલાઈના રોજ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનો પ્રભાવ આખા વર્ષ દરમિયાન જોવા મળશે. આ ગોચર કેટલાક લોકો માટે શુભ અને કેટલાક માટે અશુભ સાબિત થશે, પરંતુ નીચે જણાવેલ ચાર રાશિઓ માટે તે વરદાનરૂપ બનશે.

કઈ રાશિઓને મળશે કેતુના ગોચરનો લાભ?
કુંભ રાશિ: કેતુની આ ચાલ કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે અને સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે. સંગીત, નૃત્ય અને કલા સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ મળશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે અને કાર્યક્ષેત્રમાં પ્રમોશનના યોગ છે. સમાજમાં પણ માન-સન્માન વધશે.

તુલા રાશિ: શુક્રના પ્રભાવ હેઠળ, તુલા રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. નોકરી શોધી રહેલા લોકોને જોબ મળશે અને બેરોજગારી દૂર થશે. બિઝનેસમાં અઢળક નફો અને અચાનક ધનલાભની શક્યતા છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં પણ વધારો થશે.

વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સમય શુભ રહેશે. પ્રગતિની શક્યતાઓ રહેલી છે, અને પદ તથા પ્રતિષ્ઠામાં વધારો થશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ રહેશે અને પરિવારનું વાતાવરણ સારું બનશે. આવકમાં વધારો થતાં નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે.

વૃષભ રાશિ: વૃષભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને અટકેલા પૈસા પાછા મળે તેવી શક્યતા છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ શાનદાર રહેશે. પ્રેમી-પંખીડાઓને પણ લાભ થશે અને સફળતાના દરવાજા ખુલશે.

(Disclaimer: આ લેખનો હેતુ ફક્ત સામાન્ય માહિતી શેર કરવાનો છે, જે પંચાંગ, માન્યતાઓ, જ્યોતિષીય ગણતરીઓ અને અન્ય સ્ત્રોતો પર આધારિત છે.)

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!