કોટા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બસ 15 ફૂટ ઊંડા નાળામાં પડતાં 8 મુસાફરોનાં મોત, 6 ગંભીર ઘાયલ.

રાજસ્થાનમાં કોટા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર એક પેસેન્જર બસ પલટી જતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 8 મુસાફરોનાં મોત થયાં છે અને અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દિલ્હીથી મુંબઈ જતી બસ નાળામાં પડી
શનિવારે વહેલી સવારે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી બસ કોટા જિલ્લામાં કરાડિયા નજીક 15 ફૂટ ઊંડા નાળામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 8 મુસાફરોનાં મોત થયાં છે.
ગંભીર ઘાયલોને ICUમાં દાખલ
ANIના અહેવાલ મુજબ જિલ્લા કલેક્ટર પીયૂષ સામરિયાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 8 લોકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા છે. તમામ ગંભીર દર્દીઓને ICUમાં ખસેડી સારવાર શરૂ કરાઈ છે.










