લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન ઇજા પામેલા સ્પિનર શોએબ બશીરની જગ્યાએ ઓલરાઉન્ડર લિઆમ ડોસનને ટીમમાં સામેલ કરાયો : લોર્ડ્સ ટેસ્ટમાં બશીરની આંગળીમાં ઈજા થતાં તે બીજી ઈનિંગ રમી શક્યો નહોતો

ન્યુ દિલ્હી, બુધવાર : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી હવે નિર્ણાયક દોરમાં પ્રવેશી છે. ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈએ મૅન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં રમાવાની છે. તેની પૂર્વે ઇંગ્લેન્ડની ટીમે એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન ઇજા પામેલા સ્પિનર શોએબ બશીરની જગ્યાએ ઓલરાઉન્ડર લિઆમ ડોસનને ટીમમાં સામેલ કરાયો છે. લોર્ડ્સ ટેસ્ટમાં બશીરની આંગળીમાં ઈજા થતાં તે બીજી ઈનિંગ રમી શક્યો નહોતો. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)એ નિવેદન આપ્યું કે બશીરની સર્જરી કરાવવી પડશે અને તેથી તે આગામી બે ટેસ્ટમાંથી બહાર રહેશે.25 વર્ષિય ડોસને અત્યારસુધીમાં 3 ટેસ્ટ, 6 વન-ડે અને 14 ટી20 મેચ રમી છે. તેમણે 2016માં ભારત સામે ચેન્નાઈમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. એ યાદગાર મેચમાં તેમણે પહેલી ઇનિંગમાં અણનમ 66 રન બનાવ્યા હતા અને બે વિકેટ પણ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે એ જ મેચમાં કરૂણ નાયરે 303 રન બનાવી ઈતિહાસ સર્જ્યો હતો.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે, ત્યારે ઈંગ્લેન્ડની ટીમે ચોથી મેચ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી છે, જેમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. લૉર્ડ્સ ટેસ્ટમાં શોએબ બશીરને આંગળીમાં ઈજા થતાં તે બીજી ઈનિંગમાં રમી શક્યો નથી. મેચ બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે કહ્યું કે, બશીરના આંગળીની સર્જરી કરાશે, તેથી તે આગામી બે ટેસ્ટ મેચમાં નહીં રમી શકે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બશીરના સ્થાને લિયાન ડૉસન (Liam Dawson)ને સામેલ કર્યો છે. 25 વર્ષિય ઓલરાઉન્ડર ડૉસને ત્રણ ટેસ્ટ, છ વન-ડે અને 14 ટી20 મેચ રમી છે. ડૉસને ભારત વિરુદ્ધ ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચથી ડેબ્યૂ કર્યું હતું. 16 ડિસેમ્બર-2016માં રમાયેલી મેચમાં ડૉસને અણનમ 66 તેમજ શૂન્ય રન અને કુલ બે વિકેટ ઝડપી હતી. આ મેચમાં કરૂણ નાયરે 303 રન નોંધાવ્યા હતા. મેચમાં ભારતે સાત વિકેટે 759 રને ઈનિંગ ડિક્લેર કરી હતી. તે પહેલા ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 477 અને બીજી ઈનિંગમાં 207 રન નોંધાવાત ઈંગ્લેન્ડની 75 રને હાર થઈ હતી. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી ઈંગ્લેન્ડે બે જ્યારે ભારતે એક ટેસ્ટ મેચ જીતી છે. આગામી ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાવાની છે. ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11ની વાત કરીએ તો, ટીમમાં બેન સ્ટોક્સ (સલુકાની), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, ઝેક ક્રોલી, લિયામ ડોસન, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ સામેલ થઈ શકે છે.











