વિજયાદશમી વીકએન્ડે મોટો ફિલ્મી ધમાકો : જાહ્નવી, ઋષભ શેટ્ટી અને અક્ષય વચ્ચે ટક્કર

હવે ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થશે : આ તિથિ પર હવે ત્રણ મોટી ફિલ્મો વચ્ચે સીધી ટક્કર થવાની શક્યતા ઊભી થઈ છે

વિજયાદશમી વીકએન્ડે મોટો ફિલ્મી ધમાકો

મુંબઈ, મંગળવાર : આ વર્ષનો ઓક્ટોબર મહિનો ખાસ બનેલા છે, કારણ કે વિજયાદશમી અને ગાંધી જયંતીની રજાઓ વચ્ચે અનેક મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. કરણ જોહરની પ્રોડક્શન હાઉસ દ્વારા બનેલી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ની રિલીઝ ડેટમાં આજ રોજ ફેરફાર કરાયો છે. હવે ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થશે.આ તિથિ પર હવે ત્રણ મોટી ફિલ્મો વચ્ચે સીધી ટક્કર થવાની શક્યતા ઊભી થઈ છે.

કરણ જોહરનાં પ્રોડક્શનની ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ની રીલિઝ ડેટમાં ફેરફારની આજે અચાનક જાહેરાતથી ઓક્ટોબરની ફેસ્ટીવલ સીઝનનું કેલેન્ડર ભરચક થઈ ગયું છે. જાહ્નવી કપૂર અને વરુણ ધવનની આ ફિલ્મ અગાઉ સપ્ટેમ્બર માસના ત્રીજાં સપ્તાહમાં રીલિઝ થવાની હતી. પરંતુ, આજે કરણ જોહરે અચાનક જ રીલિઝ ડેટ ફેરવી હવે બીજી ઓક્ટોબરે આ ફિલ્મ રીલિઝ કરવાની જાહેરાત કરી હતી. ઋષભ શેટ્ટીની ‘કાંતારા’ની પ્રીકવલ ‘કાંતારા ચેપ્ટર વન’ પણ આ જ દિવસે રીલિઝ થવાની છે. મૂળ ફિલ્મ હિટ ગયા બાદ તેની પ્રીકવલને ગુડવિલનો લાભ લેવાની ધારણા છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલાં ટ્રેડ વર્તુળોમાં ચર્ચા હતી કે અક્ષય કુમાર અને અર્શદ વરસીની ‘જોલી એલએલબી થ્રી’ પણ કદાચ બીજી ઓક્ટોબરે જ રીલિઝ થશે. ફિલ્મોની આ ભીડમાં હર્ષવર્ધન રાણેની ‘એક દિવાને કી દિવાનિયત’ પર જોખમ સર્જાયું છે. આ ફિલ્મની રીલિઝ ડેટ હવે બદલવી પડે તેવા સંજોગો ઉભા થયા છે. બીજી ઓક્ટોબરે વિજયાદશમી છે અને ગાંધી જયંતી પણ છે. આ સપ્તાહમાં રજાઓનો માહોલ રહે તેમ હોવાથી નિર્માતાઓ તેને એન્કેશ કરવા માટે પડાપડી કરી રહ્યા છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!