કેરી વડે તૈયાર થયેલી અનોખી વાનગીઓનો જાદુ : પ્રથમ સ્થાન પર રેખાબેન ગેલરા અને દ્વિતીય સ્થાને કુંદનબેન ચૌહાણનો વિજય

દહેગામ, મંગળવાર : વ્યક્તિત્વ વિકાસનું ઘડતર કરતી અને સામાજિક કાર્યોમાં અગ્રેસર એવી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દહેગામ દ્વારા મેંગો મેનિયા પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દહેગામ નગરની ગૃહિણીઓએ ભાગ લીધો હતો.
ફળનો રાજા એટલે કેરી. ગરમીમાં ઠંડક પ્રદાન કરતું ફળ એટલે કેરી. સ્પર્ધકો દ્વારા પાકી કેરીમાંથી અવનવી અને અનોખી રીતે અલગ અલગ વાનગી જેવી કે મેંગો રોલ, મેંગો સ્મૂધી અને મેંગો પુડિંગ બનાવી અને ડેકોરેટ કરવામાં આવી હતી. આ પ્રતિયોગીતામાં પ્રથમ સ્થાન પર આવનાર રેખાબેન ગેલરા અને દ્વિતિય સ્થાન પર આવનાર કુંદનબેન ચૌહાણને સન્માનિત કરવામાં આવ્યા હતા.
લેડી જેસીઝની આ કોમ્પિટિશનનું આયોજન સંસ્થાના પ્રમુખ જેસી વિવેક પટેલની વિચારધારાથી ગુરુકુલ એજ્યુકેશન ખાતે કરવામાં આવ્યું હતું.નિર્ણાયક તરીકે આઇપીપી જેસી અવની શાહ તેમજ પૂર્વ પ્રમુખ જેસી સોનલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ કોમ્પિટિશનનું સમગ્ર સંચાલન પ્રોજેક્ટ ચેરમેન જેસી ગુંજા સોની દ્વારા કરવામાં આવ્યું હતું.











