ગુજરાતમાં મેઘરાજા મહેરબાન: 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ, નર્મદાના નાંદોદમાં 8.66 ઈંચ વરસાદ ખાબક્યો

વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ, બુધવાર
ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે જામી ગયું છે, અને મેઘરાજા રાજ્યભરમાં મહેર વરસાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદમાં 8.66 ઈંચ જેટલો રેકોર્ડ થયો છે. સુરત બાદ હવે નર્મદા જિલ્લો પણ ધોધમાર વરસાદથી તરબોળ થયો છે.

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ?
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 24 જૂન 2025ના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 25 જૂન 2025ના રોજ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ સમયગાળામાં, નર્મદા જિલ્લાના નાંદોદમાં સૌથી વધુ 8.66 ઈંચ વરસાદ પડ્યો, જ્યારે દાહોદમાં 7.56 ઈંચ વરસાદ સાથે બીજા સ્થાને રહ્યું.

9 જિલ્લાના 18 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ!
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 9 જિલ્લાના 18 તાલુકા એવા છે જ્યાં 5 ઈંચથી લઈને 8.66 ઈંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે.

57 તાલુકામાં 1 થી 5 ઈંચ વચ્ચે વરસાદ
SEOC દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજ્યના કુલ 143 તાલુકાઓમાંથી, 57 તાલુકાઓમાં 1 થી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે, જે દર્શાવે છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે.

આજે કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ?
વરસાદી માહોલ વચ્ચે, હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં દાહોદ, મહિસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં લોકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!