વરસાદની તીવ્રતાને જોતા, રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ, મંગળવાર
ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ 13.9 ઈંચ (353 મિલીમીટર) વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ગઢડામાં 13.9 ઈંચ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી મોનિટરિંગ સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 16 જૂન 2025ના સવારે 6 વાગ્યાથી લઈને 17 જૂન 2025ના સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન ગઢડામાં અનરાધાર વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
રાજ્યના 7 તાલુકાઓમાં 10 ઈંચથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 તાલુકાઓમાં 10 ઈંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે, જે ચોમાસાના પ્રારંભિક તબક્કાની તીવ્રતા દર્શાવે છે. આ તાલુકાઓ અને ત્યાં નોંધાયેલો વરસાદ નીચે મુજબ છે.

આજે સવારે પણ મેઘમહેર યથાવત
આજે, 17 જૂન 2025ના રોજ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળામાં પણ ગુજરાતના 74 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સમયગાળામાં રાજકોટમાં 1.65 ઈંચ અને અમદાવાદના ધંધુકામાં 1.61 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી અને ખંભાતમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાની બેટિંગ શરૂ થઈ ગઈ હતી.
8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
વરસાદની તીવ્રતાને જોતા, રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી છે, પરંતુ ભારે વરસાદે ગઢડા સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. સ્થાનિક વહી વહીવટી તંત્ર અને હવામાન વિભાગ દ્વારા સતત નજર રખાઈ રહી છે. નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી છે.











