રાજ્યમાં ભારે વરસાદને લઇ હવામાન વિભાગે આ શહેરોમાં આપ્યું રેડ એલર્ટ

સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ : અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, દીવ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી 

ગાંધીનગર, મંગળવાર, વરસાદને લઇને હવામાન વિભાગનું નાવકાસ્ટ સામે આવ્યું છે. જેમાં મધ્યમ વાવાઝોડા સાથે વીજળીના કડાકા સાથે પવન રહેશે. તેમજ 41-61 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. સુરેન્દ્રનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તથા પોરબંદર, રાજકોટ, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે.

મધ્યમ વાવાઝોડા સાથે વીજળીના કડાકા, મહત્તમ સપાટી પવન ગતિ વચ્ચે 41-61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તથા સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, દીવ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

MAHI PATEL
Author: MAHI PATEL

Leave a Comment

Read More

error: Content is protected !!