ગાંધીનગરમાં 12 જુલાઈએ નેશનલ લોક અદાલત, 12 પ્રકારના કેસોનો થશે ત્વરિત નિકાલ!

આ લોક અદાલતનો મુખ્ય હેતુ લાંબા સમયથી પેન્ડિંગ કેસોનો ઝડપી અને સૌહાર્દપૂર્ણ રીતે નિકાલ કરવાનો છે, જેથી પક્ષકારોને સમય અને ખર્ચ બંનેની બચત થાય.

ગાંધીનગર, શુક્રવાર
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આગામી 12 જુલાઈ, 2025ના રોજ નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ અનુસાર યોજાઈ રહેલી આ અદાલત, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને પેટ્રોન ઈન ચીફ, મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કાર્યરત રહેશે.

કોના અધ્યક્ષસ્થાને યોજાશે આ લોક અદાલત?
આ મહત્વપૂર્ણ કાર્યક્રમ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ, હિતા આઈ. ભટ્ટ ના અધ્યક્ષસ્થાને યોજાશે. આ લોક અદાલતનો મુખ્ય હેતુ લાંબા સમયથી પેન્ડિંગ કેસોનો ઝડપી અને સૌહાર્દપૂર્ણ રીતે નિકાલ કરવાનો છે, જેથી પક્ષકારોને સમય અને ખર્ચ બંનેની બચત થાય.

કયા 12 પ્રકારના કેસોનો થશે નિકાલ?

આ નેશનલ લોક અદાલતમાં કુલ 12 પ્રકારના કેસો નો નિકાલ કરવામાં આવશે, જેમાં નીચેના મુખ્ય કેસોનો સમાવેશ થાય છે:

1)સમાધાન લાયક ફોજદારી કેસો
2)નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એકટ-૧૩૮ના કેસ
3)બેન્કનાં લેણાના દાવા
4)મોટર અકસ્માત વળતરના કેસ
5)લેબરને લગત કેસ
6)ઈલેકટ્રીસીટી તેમજ પાણી ના વેરો ના કેસ
7)લગ્ન વિષયક કેસ (છુટાછેડા સિવાયના)
8)જમીન સંપાદન ના કેસ
9)પે, અલાઉન્સીસ અને રીટાયરલ બેનીફીટસ ને લગતી સર્વિસ મેટર
10)રેવન્યુ કેસ
11)અન્ય સીવીલ કેસ
12)ટ્રાફીક ઈ-મેમો

કોણ સંપર્ક કરી શકે છે?
જે પક્ષકારો, બેન્ક, વીમા કંપનીઓ કે નાણાકીય સંસ્થાઓ પોતાના ઉપરોક્ત દર્શાવેલ પેન્ડિંગ તેમજ પ્રી-લિટિગેશન કેસોનું સુખદ સમાધાન કરવા ઇચ્છતા હોય, તેઓ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, તાલુકા કાનૂની સેવા સમિતિઓ – કલોલ, માણસા, દહેગામ અને ગાંધીનગરની કચેરીઓનો પણ સંપર્ક કરી શકાય છે.

વધુ માહિતી માટે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર, રૂમ નંબર 101, પ્રથમ માળ, ન્યાયમંદિર, સેક્ટર-11, ગાંધીનગર ખાતે રૂબરૂ અથવા ફોન દ્વારા સંપર્ક સાધી શકાય છે.

‘લોક અદાલત: ના કોઈનો વિજય, ના કોઈનો પરાજય’
લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની અદાલત તરીકે કાર્ય કરવાનો છે, જ્યાં કોઈ પક્ષકાર વિજયી કે પરાજિત થતો નથી, પરંતુ બંને પક્ષો વચ્ચે સમાધાન દ્વારા વિવાદનો અંત આવે છે. આનાથી ઝડપી ન્યાય મળે છે અને કાનૂની પ્રક્રિયાનો બોજ ઘટે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!