હિમાચલમાં કુદરતનો પ્રકોપ: 10 દિવસમાં 51ના મોત, જનજીવન અસ્તવ્યસ્ત!

નોંધનીય છે કે 20 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી, 1 જુલાઈ સુધીમાં વાદળ ફાટવા, પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓને કારણે કુલ 51 લોકોનાં મોત થયા છે.

શિમલા, ગુરૂવાર
હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર યથાવત છે, અને છેલ્લા 10 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 51 લોકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે પણ રાજ્યભરમાં ચોમાસાનો પ્રકોપ જોવા મળ્યો હતો, જેમાં છેલ્લા 24 કલાકમાં વાદળ ફાટવાની 10 નવી ઘટનાઓ નોંધાઈ હતી. આ ઘટનાઓમાં વધુ બે મૃતદેહ મળ્યા બાદ વરસાદ અને ભૂસ્ખલન સંબંધિત મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે.

મંડી જિલ્લા સૌથી વધુ પ્રભાવિત
હિમાચલ પ્રદેશનો મંડી જિલ્લો આ આફતથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં અચાનક પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની અનેક ઘટનાઓએ ભારે તબાહી મચાવી છે. સતત ભારે વરસાદને કારણે બિયાસ નદી પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે મંડી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

વાદળ ફાટવાને કારણે મંડીના થુનાગ, કરસોગમાં કુટ્ટી બાયપાસ, કારસોગમાં પુરાણા બજાર, કારસોગમાં રિકી, ગોહરમાં સ્યાંજ, ગોહરમાં બસ્સી, ગોહરમાં તલવારા, ધરમપુરમાં સ્યાથી અને ધરમપુરમાં ભાદરના સહિત અનેક વિસ્તારોમાં મોટાપાયે નુકસાન થયું છે.

હવામાન વિભાગનું રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગએ રાજ્ય માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં આગામી થોડા દિવસોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. અધિકારીઓએ રહેવાસીઓને સતર્ક રહેવા અને સંવેદનશીલ વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી છે.

જનજીવન પર વ્યાપક અસર
ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે હિમાચલ પ્રદેશમાં બુધવારે સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 282 રસ્તાઓ બંધ રહ્યા હતા. આ ઉપરાંત, 1361 વીજળી ટ્રાન્સફોર્મર અને 639 પાણી પુરવઠા યોજનાઓને પણ અસર થઈ છે. જિલ્લાવાર વિગતો આપીએ તો, મંડી જિલ્લામાં સૌથી વધુ 182 રસ્તાઓ બંધ થયા છે. ત્યારબાદ કુલ્લુમાં 37, શિમલામાં 33 અને સિરમૌરમાં 12 રસ્તાઓ બંધ હોવાનું નોંધાયું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!