નવરાત્રિની ગાઈડલાઇન જાહેર: હવે ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટી ફરજિયાત, જાણો પૂરી વિગતો

આગામી નવરાત્રિ માટે ગાંધીનગર મનપાએ કડક ગાઈડલાઇન જાહેર કરી છે. આયોજકો માટે હવે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (FSC) અને ઇમર્જન્સી એક્ઝિટ ફરજિયાત છે. જાણો શું છે નવા નિયમો અને તેનું પાલન ન કરનાર સામે કેવા પગલાં લેવાશે.

ગાંધીનગર, રવિવાર
નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને, ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) એ આયોજકો માટે કેટલીક મહત્વપૂર્ણ ગાઈડલાઇન્સ જાહેર કરી છે. આ માર્ગદર્શિકાનો મુખ્ય ઉદ્દેશ ગરબા ના આયોજન સ્થળો પર ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. જો આ નિયમોનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

શું છે મુખ્ય નિયમો?
ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (FSC): આયોજકોએ ફરજિયાત રીતે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી ટેમ્પરરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (FSC) મેળવવું પડશે. આ માટે ગુજરાત ફાયર સેફ્ટીની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Capacity અને Entry: પંડાલની ક્ષમતા અનુસાર જ લોકોને એન્ટ્રી આપવાની રહેશે. દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 1 ચોરસ મીટરની જગ્યા હોવી જોઈએ. આયોજકે દૈનિક એન્ટ્રીનો રેકોર્ડ પણ જાળવવો પડશે.

ઇમર્જન્સી એક્ઝિટ: કોઈપણ કટોકટી દરમિયાન લોકોને સરળતાથી બહાર કાઢી શકાય તે માટે ઓછામાં ઓછા 2 ઇમર્જન્સી એક્ઝિટ Gate રાખવા ફરજિયાત છે. આ ગેટ્સ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ અને તેનો રસ્તો ખુલ્લો હોવો જોઈએ.

સ્થળ પસંદગી: ગરબાનું આયોજન હોસ્પિટલ, ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન, કે હાઈ-ટેન્શન લાઇન જેવા સંવેદનશીલ વિસ્તારોથી દૂર કરવું પડશે. ફાયર ફાઇટર વ્હીકલ સરળતાથી સ્થળ સુધી પહોંચી શકે તે માટે રસ્તાઓ ખુલ્લા રાખવા પડશે.

પ્લાસ્ટિક પર પ્રતિબંધ: મંડપમાં પ્લાસ્ટિકની બોટલ કે કપનો ઉપયોગ કરી શકાશે નહીં. માત્ર બાયો-ડિગ્રેડેબલ અને પર્યાવરણને અનુકૂળ કપનો જ ઉપયોગ કરી શકાશે.

સલામતી સાધનો: દરેક 100 ચોરસ મીટરના એરિયામાં ઓછામાં ઓછા 2 ABC પ્રકારના ફાયર એક્સ્ટિંગ્યુશર, CO2 ટાઈપ એક્સ્ટિંગ્યુશર, 5 પાણી ભરેલા ડ્રમ અને 4 ફાયર સેન્ડ બકેટ રાખવાના રહેશે. આ ઉપરાંત 24×7 ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ જાણનાર વ્યક્તિઓને Duty પર રાખવા ફરજિયાત છે.

આયોજકની જવાબદારી
જો આ નિયમોનું પાલન નહીં થાય અથવા કોઈ દુર્ઘટના બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી ગરબા આયોજકોની રહેશે. જો GMC ને કોઈ પણ ક્ષતિ જોવા મળશે, તો તે પ્રોગ્રામ બંધ કરાવી શકે છે. આ નિયમોનો હેતુ માત્ર તહેવારને સુરક્ષિત બનાવવાનો છે, જેથી દરેક ખેલૈયા આનંદથી ગરબા રમી શકે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!