આ ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. આસામના સીએમએ કહ્યું કે, ભારતીય વાયુસેના સાથે ડિસ્કશન ચાલી રહ્યું છે જેથી એરસ્ટ્રીપ પર એડવાન્સ્ડ ફાઈટર પ્લેન લેન્ડ કરાવી શકાય અને ફ્યુચરમાં એર શો માટે તેનો યુઝ કરી શકાય.

આસામ, સોમવાર
ચીન બોર્ડર પર ભારતની સુરક્ષા તૈયારીઓને વધુ મજબૂત કરવા માટે ભારતીય વાયુસેના (IAF) એ આસામમાં નોર્થ-ઈસ્ટની પ્રથમ ઈમરજન્સી એરસ્ટ્રીપ બનાવી છે. આ પ્રોજેક્ટ ચીન સરહદ નજીકના સંવેદનશીલ પૂર્વીય ક્ષેત્રમાં ભારતની ક્વિક રિએક્શન કેપેબિલિટીને સ્ટ્રોન્ગ કરશે. આગામી દિવસોમાં ભારતીય વાયુસેનાના ઈસ્ટર્ન એર કમાન્ડ દ્વારા આ એરસ્ટ્રીપ પર એરક્રાફ્ટ લેન્ડિંગની અપેક્ષા છે.
ચીન પર નજર અને પૂર્વોત્તરની વ્યૂહાત્મક તૈયારીઓ
ચીનને ધ્યાનમાં રાખીને ભારતે આસામમાં નેશનલ હાઈવે-27 પર 4.5 કિલોમીટર લાંબી ઈમરજન્સી એરસ્ટ્રીપ ડેવલપ કરી છે. ચીન પર નજર રાખવા અને પૂર્વોત્તરની સ્ટ્રેટેજિક તૈયારીઓ પર વધુ ફોકસ કરીને, આસામમાં ડેમો અને મોરન વચ્ચે NH-27 પર પ્લેન માટેની આ લેટેસ્ટ પ્રોજેક્ટ લગભગ પૂરો થઈ ગયો છે. આ એરસ્ટ્રીપ 4.5 કિલોમીટર (4500 મીટર) લાંબી છે અને ડિબ્રુગઢ નજીક આવેલી છે, જ્યાં ઈમરજન્સી સિચ્યુએશનમાં ફાઈટર જેટ અને ટ્રાન્સપોર્ટ પ્લેન લેન્ડ કરી શકે છે.
આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ રવિવારે આસામના અપર રિજનની તેમની બે દિવસીય વિઝિટના પહેલા દિવસે આ માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, NH-27 નો 4.5 કિલોમીટરનો આ પોર્શન પેસેન્જર પ્લેન અને સુખોઈ તેમજ રાફેલ સહિત IAF ના ફાઈટર પ્લેનના લેન્ડિંગ માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યો છે.
ટ્રાયલ લેન્ડિંગ સપ્ટેમ્બરમાં, ઑક્ટોબર સુધીમાં ઓપરેશનલ
ભારતીય વાયુસેના હાલમાં આ એરસ્ટ્રીપનું ઇન્સ્પેક્શન કરી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં ફાઈટર જેટના ટ્રાયલ લેન્ડિંગ શરૂ થવાની અપેક્ષા છે અને ઑક્ટોબર સુધીમાં આ એરસ્ટ્રીપ ફુલ્લી ઓપરેશનલ થઈ જશે. મુખ્યમંત્રી સરમાએ જર્નાલિસ્ટ્સને જણાવ્યું કે, “નેશનલ હાઈવેની વચ્ચે, અમે ડેમો-મોરન સેક્શન પર એક ઈમ્પોર્ટન્ટ ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી ડેવલપ કરી રહ્યા છીએ. પછી ભલે તે સિવિલ એવિએશન હોય કે ભારતીય વાયુસેના (IAF), જો કોઈ કારણસર પ્લેન ડિબ્રુગઢ એરપોર્ટ પર લેન્ડ કરવામાં ઇનએબલ હોય, તો આ એરસ્ટ્રીપ એક ઓપ્શન તરીકે કામ કરશે.”
આગળની યોજનાઓ અને ભવિષ્યની તૈયારીઓ
આ ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. આસામના સીએમએ કહ્યું કે, ભારતીય વાયુસેના સાથે ડિસ્કશન ચાલી રહ્યું છે જેથી એરસ્ટ્રીપ પર એડવાન્સ્ડ ફાઈટર પ્લેન લેન્ડ કરાવી શકાય અને ફ્યુચરમાં એર શો માટે તેનો યુઝ કરી શકાય. તેમણે જણાવ્યું કે, “નોર્થ-ઈસ્ટમાં આ પ્રકારની આ પહેલી લેન્ડિંગ ફેસિલિટી છે. ભારત સરકારે પહેલાથી જ વધુ બેને મંજૂરી આપી દીધી છે – એક લોઅર આસામમાં બોરોમા-તિહુમાં અને બીજી નાગાંવ અને લુમડિંગ વચ્ચે શંકરદેવનગરમાં. અમે પહેલા આનું ઉદ્ઘાટન કરીશું અને પછી બાકીના પર કામ શરૂ કરીશું.”
મુખ્યમંત્રીએ હાઈવેની બાજુમાં રેગ્યુલર ઈન્ટરવલ પર હેલિપેડ બનાવવાની યોજના વિશે પણ માહિતી આપી. તેમણે કહ્યું કે, “અમે હાઈવેની બાજુમાં ઊંચા વિસ્તારોમાં નવા હેલિપેડ બનાવવાનો ટ્રાય કરી રહ્યા છીએ. ફ્લડ દરમિયાન, જ્યારે હેલિકોપ્ટર લેન્ડ કરવા માટે કોઈ સેફ પ્લેસ ન હોય, ત્યારે આ હેલિપેડ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ હોય છે. યોજના દર 50 થી 100 કિલોમીટર પર એક હેલિપેડ બનાવવાની છે. નુમાલીગઢથી ડિબ્રુગઢ-તિનસુકિયા સુધી, અમારો ગોલ સમગ્ર રૂટને એક મોડર્ન કોરિડોરમાં કન્વર્ટ કરવાનો છે.” તેમણે કહ્યું કે આ ફેસિલિટી આસામની ડિઝાસ્ટર રિસ્પોન્સ કેપેબિલિટીઝને ઇન્ક્રીઝ કરશે, ખાસ કરીને ફ્લડ દરમિયાન જ્યારે ટ્રેડિશનલ રનવે એક્સેસિબલ ન હોય. મુખ્યમંત્રીએ ખાતરી આપી કે આ યોજનાઓને અમલમાં મૂકવા માટે ડિફેન્સ મિનિસ્ટ્રી, NHIDCL અને સેન્ટર સાથે કો-ઓર્ડિનેશન કરવામાં આવી રહ્યું છે.











