રોડ રિપેરિંગનું કામ ‘રોડ એન્ડ બિલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટ’ના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે. રસ્તા પરના મોટા ખાડાઓને ડામર અને કપચીના મિશ્રણનો ઉપયોગ કરીને લેવલ કરવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર, ગુરૂવાર
ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓનું સમારકામ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશો મુજબ, નાગરિકોને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા આ કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં ખાસ કરીને શિહોલી સધી માતા મંદિરથી NH 8 સુધીના રોડ પરના ખાડાઓ અને નુકસાનને સુધારવા માટે તાત્કાલિક પેચવર્ક શરૂ કરાયું છે. વરસાદ પછી ખરાબ થયેલી આ સડકને ધ્યાનમાં રાખીને વિભાગે આ ઝડપી પગલાં લીધાં છે.

રોડ રિપેરિંગનું કામ ‘રોડ એન્ડ બિલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટ’ના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે. રસ્તા પરના મોટા ખાડાઓને ડામર અને કપચીના મિશ્રણનો ઉપયોગ કરીને લેવલ કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી નિર્ધારિત સમયમાં પૂરી થાય તે માટે મોટી સંખ્યામાં શ્રમિકો અને આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સંબંધિત વિભાગ દ્વારા ઝડપી સમારકામ માટે તમામ જરૂરી રિસોર્સિસ અને હ્યુમનપાવર તૈનાત કરાયા છે.











