– શું ઉચ્ચ અધિકારીઓ આ મામલે તટસ્થ તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે… બિલ પાસ કરાવવા પાછળની આ કટકી કોના ખિસ્સામાં જાય છે
– દહેગામ તાલુકા પંચાયતના ઇનજનેર અને SO તમામ નીતિ નિયમો નેવે મૂકી પોતાના ખિસ્સા ભરવા વ્યસ્ત બન્યા ?

દહેગામ, શુક્રવાર
સરકાર ગામડાઓના વિકાસ માટે જે કરોડો રૂપિયા મોકલે છે, તે આખરે જાય છે ક્યાં,,,,શું તે ગામના રસ્તા પર વપરાય છે કે પછી વચેટિયાઓના ખિસ્સામાં જાય છે તેવી ચર્ચા દહેગામ તાલુકાના ગામડાઓમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે દહેગામ તાલુકા પંચાયતના ઇનજનેર અને SO તમામ નીતિ નિયમો નેવે મૂકી પોતાના ખિસ્સા ભરવા વ્યસ્ત બન્યા હોવાની વ્યાપક બૂમો ઉઠી છે. છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલા વિકાસ કામોની ન્યાયિક તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
દહેગામ તાલુકાનાં ગામડાઓના વિકાસ માટે 15માં નાણાંપંચ સહિતની લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટમાંથી પેવર બ્લોક, સીસી રોડ, પ્રોટકશન વોલ સહીતનાં કામો કરવામાં તમામ સરકારી નિયમોની ઐસી કી તૈસી કરી મોટો ભ્રષ્ટાચાર આચારવામાં આવી રહ્યો હોવાની વ્યાપક બૂમો ઉઠી છે.
છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલા વિકાસ કામોની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવા આવે તો આ કૌભાંડનો રેલો કોન્ટ્રાકટરોથી શરુ કરું દહેગામ તાલુકા પંચાયતનાં જવાબદારો સુધી પહોંચે તેમ છે.
ગામડાઓમાં ચાલતા વિકાસના કામો માટે સરકારે નક્કી કરીલા એક પણ નિયમનું પાલન કરવામાં આવતું નથી. જે કામો સરપંચે કરવાનાં હોય તે કામ સીધા કોન્ટ્રાકટરો કરી રહ્યા છે અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, છતાં આવા બીલો પણ પોતાના ખિસ્સા ભરી સીધા મંજુર કરી દેવામાં આવે છે..
કામની ગુણવત્તા ચકાસવાની જેની જવાબદારી છે તે તાલુકા પંચાયતનાં જવાબદાર ઈજનેર અને SO સબસલામતનાં દાવા કરી પોતાના ખિસ્સા ભરવામાં મસ્ત હોવાની વ્યાપક બૂમો ઉઠી છે.
દહેગામ તાલુકાના ગામડામાં રોડ-રસ્તા અને પેવર બ્લોકની સુવિધા માટે જે ગ્રાન્ટ આવે છે, તેમાં સરપંચ અને એન્જિનિયર અને SOની મિલીભગત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કામગીરીના મોટા બિલો તો બનાવાય છે, પણ આ બિલનું પેમેન્ટ મંજૂર કરવા માટે સત્તાધીશો દ્વારા કટકી લેવાતી હોવાની બૂ આવી રહી છે.
વિકાસના કામો કાગળ પર મંજૂર થાય છે, પણ જમીન પર પારદર્શિતાના નામે મોટું મીંડું જોવા મળતા જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આમ સરકાર ઘ્વારા આપવામાં આવતા પૈસાનો આવો દુરુપયોગ કેમ ? આવા કૌભાંડીઓને કોણ છાવરી રહ્યું છે ? તેવા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે હવે સવાલ એ છે કે… શું ઉચ્ચ અધિકારીઓ આ મામલે તટસ્થ તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે… બિલ પાસ કરાવવા પાછળની આ કટકી કોના ખિસ્સામાં જાય છે…
શું તમારા વિસ્તારમાં કે ગામમાં પણ સરકારી ગ્રાન્ટનો આવો દુરુપયોગ થઈ રહ્યો હોય અને તેના પુરાવા હોય તો આજે અમને મોબાઈલ નંબર 6359958501 પર વોટ્સઅપ કરો અમે તમારો અવાજ બની છું.











