તાઈવાનમાં વૈજ્ઞાનિકોએ બનાવ્યું 20 દિવસમાં વાળ ઉગાડતું સીરમ, ટાલની સમસ્યા માટે મોટી આશા!

તાઈવાનના વૈજ્ઞાનિકોએ ફક્ત 20 દિવસમાં વાળ ઉગાડતું કુદરતી સીરમ બનાવ્યું. ફેટી એસિડથી તૈયાર આ સીરમ ટાલ પડવાની સમસ્યાનો સરળ ઉકેલ આપી શકે છે. વાંચો સંપૂર્ણ માહિતી.

તાઈવાન, ગુરૂવાર
તાઈવાનની નેશનલ તાઈવાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવું સીરમ બનાવ્યું છે જે માત્ર 20 દિવસમાં ટાલ પડેલી જગ્યાએ નવા વાળ ઉગાડી શકે છે. આ સીરમ કુદરતી ફેટી એસિડથી તૈયાર થયું છે અને તેની અસર પ્રયોગશાળામાં ઉંદરો પર તપાસવામાં આવી છે.

પ્રોફેસર સુંગ-ઝાન લિનની ટીમે જોયું કે ત્વચામાં નાની ઈજા કે ખંજવાળ પછી શરીર પોતે વાળ ફરી ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. આ જ કુદરતી પ્રક્રિયાને આધારે તેઓએ સીરમ બનાવ્યું. તેમાં ઓલેઈક એસિડ અને પામિટોલિક એસિડ જેવા ફેટી એસિડનો ઉપયોગ થયો છે, જે માનવ શરીર અને વનસ્પતિ તેલમાં કુદરતી રીતે મળે છે.

પ્રયોગમાં વાળ વિનાના ઉંદરો પર સોડિયમ ડોડેસિલ સલ્ફેટ (SDS) લગાવ્યું તો 10 દિવસમાં વાળ ઉગવા લાગ્યા. પછી ટીમે આ જ અસર કુદરતી ફેટી એસિડથી બળતરા કે નુકસાન વગર મેળવી. પ્રોફેસર લિન પોતે પણ આ સીરમનો પ્રયોગ ત્રણ અઠવાડિયા સુધી પોતાની ત્વચા પર કર્યો અને ત્યાં વાળ ઉગ્યા.

આ અભ્યાસ ‘સેલ મેટાબોલિઝમ’ જર્નલમાં પ્રકાશિત થયો છે. પરંપરાગત દવાઓથી અલગ, આ સીરમ શરીરની પોતાની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે, તેથી તે સુરક્ષિત અને ત્વચા માટે અનુકૂળ છે. હાલમાં પેટન્ટ મળી ગયું છે અને માનવ પરીક્ષણોની તૈયારી ચાલી રહી છે. નિષ્ણાતો કહે છે કે વધુ અભ્યાસ પછી આ સીરમ ટાલ પડવાની સમસ્યાનો સરળ, સસ્તો અને કુદરતી ઉકેલ બની શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!