રેસકોર્ષ મેદાન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું, અંજલિબેન, પુત્ર ઋષભ સહિત રૂપાણી પરિવારના સભ્યો હાજર રહ્યા

રાજકોટ, મંગળવાર :રાજકોટમાં આજે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ. રેસકોર્ષ મેદાન ખાતે આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. વિજયભાઈ રૂપાણીનાં પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ સહિત રૂપાણી પરિવારના સભ્યો હાજર રહ્યા અને ભાજપ, કોંગ્રેસ (Congress) સહિત રાજકીય નેતાઓ અને આગેવાનોએ હાજરી આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. MP, MLA, પૂર્વ સાંસદો, પૂર્વ મંત્રીઓ સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ આપી.
રાજકોટમાં આવેલા રેસકોર્ષ મેદાન ખાતે આજે પૂર્વ સીએમ અને સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ, જેમાં સ્વ. વિજયભાઈ રૂપાણીનાં પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ સહિત રૂપાણી પરિવારના સભ્યો હાજર રહ્યા. સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થના સભામાં ભાજપ (BJP), કોંગ્રેસ સહિત રાજકીય નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા. MP, MLA, પૂર્વ સાંસદો, પૂર્વ મંત્રીઓ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા. ઉપરાંત, રામકૃષ્ણ આશ્રમ, BAPS, વડતાલ તાબાના સંતો. આચાર્યો પણ હાજર રહ્યા.











