એલ.કે. આડવાણીના વખાણ કરીને શશિ થરૂર ફરી વિવાદમાં: કોંગ્રેસે થરૂર પર આપ્યો આ નિવેદન

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીના ૯૮મા જન્મદિવસ પર કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપતા કરેલી ટિપ્પણીને કારણે ફરી વિવાદ સર્જાયો છે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીના ૯૮મા જન્મદિવસ પર કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપતા કરેલી ટિપ્પણીને કારણે ફરી વિવાદ સર્જાયો છે.

થરૂરે આડવાણીના ‘જનસેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા, તેમની નમ્રતા અને આધુનિક ભારતની દિશા નક્કી કરવામાં તેમની ભૂમિકા’ની પ્રશંસા કરી હતી. જોકે, આ પ્રશંસા પર સુપ્રીમ કોર્ટના વકીલ સહિત કેટલાકે આડવાણીની રથયાત્રાનો ઉલ્લેખ કરીને આલોચના કરી.

આના જવાબમાં શશિ થરૂરે કહ્યું કે, કોઈની લાંબી સેવાને એક જ ઘટના સુધી સીમિત કરવી યોગ્ય નથી. તેમણે તુલના કરતા કહ્યું કે, જેમ જવાહરલાલ નેહરુના કરિયરનું આકલન ચીન સામેની હારથી કે ઇન્દિરા ગાંધીના કરિયરનું આકલન માત્ર કટોકટી (ઇમરજન્સી)થી ન કરી શકાય, તે જ રીતે આડવાણીજી સાથે પણ એ જ શિષ્ટાચાર રાખવો જોઈએ.

જોકે, થરૂરના આ નિવેદનથી કૉંગ્રેસ પાર્ટીએ પોતાને સંપૂર્ણપણે અલગ કરી દીધા છે. કૉંગ્રેસના મીડિયા પ્રમુખ પવન ખેડાએ કહ્યું કે થરૂરે હંમેશની જેમ પોતાની વાત રજૂ કરી છે, અને કૉંગ્રેસ પાર્ટી તેમના નિવેદનથી દૂર રહે છે. થરૂરનું પાર્ટીમાં રહેવું એ કૉંગ્રેસની લોકતાંત્રિક ભાવના દર્શાવે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!