RSSમાં મુસ્લિમ પણ સામેલ થઇ શકે છે!, મોહન ભાગવતે આ અંગે કરી સ્પષ્ટતા!

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે સંઘમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓના પ્રવેશ અંગે મોટી સ્પષ્ટતા કરી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે સંઘમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓના પ્રવેશ અંગે મોટી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે સંઘ કોઈપણ ધર્મ કે જાતિના લોકો માટે બંધ નથી અને તેની વિચારધારા સમાવેશી (Inclusive) છે.

મોહન ભાગવતે કહ્યું કે સંઘની શાખાઓમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પણ આવે છે, પરંતુ સંગઠનમાં કોઈ વ્યક્તિનો પ્રવેશ તેમની ધાર્મિક ઓળખના આધારે થતો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંઘમાં જોડાવા માટેની મુખ્ય શરત એ છે કે વ્યક્તિએ ધાર્મિક અલગતાવાદથી ઉપર ઊઠીને ‘એકીકૃત હિંદુ સમાજ’ના સભ્ય તરીકે આવવું પડશે.

ભાગવતે સ્પષ્ટ કર્યું કે, “તમામ ધર્મોના અનુયાયીઓનું સ્વાગત છે, બશર્તે કે તેઓ ભારત માતાના પુત્રો તરીકે જોડાય.” એટલે કે, અલગ-અલગ સંપ્રદાયોના લોકો સંઘમાં આવી શકે છે, પરંતુ તેમણે પોતાની ધાર્મિક અલગ ઓળખ બહાર છોડીને આવવું પડશે. સંઘ પોતાની દૈનિક શાખાઓમાં આવતા કોઈ પણ વ્યક્તિનો ધર્મ કે જાતિ પૂછતું નથી.

આ ઉપરાંત, ભાગવતે સ્પષ્ટતા કરી કે સંઘ કોઈ રાજકીય પક્ષનો નહીં, પરંતુ માત્ર દેશની સારી નીતિઓનો સમર્થક છે. તેમણે RSSના રજિસ્ટ્રેશન અંગે ઉઠેલા સવાલોના પણ જવાબ આપ્યા હતા.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!