IPL ની મહેનત રંગ લાવી… એજબેસ્ટન ટેસ્ટમાં રેકોર્ડબ્રેક ઈનિંગ પછી શુભમન ગિલે તોડ્યું મૌન

આ ઇનિંગ દરમિયાન તેમના બેટમાંથી 30 ચોગ્ગા અને 3 છગ્ગા નીકળ્યા હતા : જેનાથી ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગમાં ભવ્ય 587 રનનો સ્કોર બનાવ્યો

એજબેસ્ટન ટેસ્ટમાં રેકોર્ડબ્રેક ઈનિંગ પછી શુભમન ગિલે તોડ્યું મૌન

મુંબઈ, શુક્રવાર : રમત પછી ગિલે પોતાનું મૌન તોડી જણાવ્યું કે IPL 2025ના છેલ્લા તબક્કા દરમિયાન તેણે ટેસ્ટ ક્રિકેટ માટે ખાસ તૈયારી કરી હતી અને તે મહેનત હવે ફળ આપી રહી છે. “હું બહુ સારી સ્થિતિમાં છું. મેં મારી ટેક્નિક અને મગજ પર કામ કર્યું, ખાસ કરીને એટલું યથાવત રાખ્યું કે ટેસ્ટ ફોર્મેટમાં કઈ રીતે આગળ વધવું. લાગે છે કે આ પ્રયત્નો સફળ થયા છે,” એમ ગિલે જણાવ્યું.તેમની યાદગાર ઇનિંગની મદદથી ભારત મજબૂત સ્થિતિમાં છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 3 વિકેટે 77 રન બનાવીને હજુ પણ 510 રન પાછળ છે. ભારતને હવે મેચ પર સંપૂર્ણ કાબૂ મેળવાનો મોકો મળી ગયો છે.તેમ છતાં, ટીમ ઈન્ડિયાની હાલત સીરિઝમાં ખૂબ જ નાજુક છે. લીડ્સ ટેસ્ટમાં 5 વિકેટે થયેલી હાર પછી ભારત 0-1થી પાછળ છે. સૌથી મોટી નિષ્ફળતા રહી હતી ટીમની ફિલ્ડિંગ—જ્યાં પ્રથમ ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 2 મહત્વપૂર્ણ કેચ છોડાયા. શુભમન ગિલે પણ એ અંગે નિખાલસપણે કહ્યું કે “અમે કેચ ન છોડ્યા હોત તો પરિણામ અલગ હોત.”

ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે ભારતની પહેલી ઈનિંગમાં 387 બોલમાં 269 રન બનાવ્યા હતા. આ દરમિયાન 30 ચોગ્ગા ઉપરાંત 3 છગ્ગા તેના બેટમાંથી નીકળ્યા હતા. શુભમન ગિલની ટેસ્ટ કારકિર્દીની આ પહેલી બેવડી સદી હતી.શુભમન ગિલે શું કહ્યું…બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી શુભમન ગિલે જમાવ્યું હતુ કે, ‘તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના છેલ્લા તબક્કામાં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ખાસ તૈયારીઓ કરી રહ્યો હતો અને એવું લાગે છે કે સખત મહેનત રંગ લાવી. આ હાલ હું એક સારી સ્થિતિમાં છું. મેં કેટલીક બાબતો પર કામ કર્યું, ખાસ કરીને ઈન્ડિયન પ્રીમિયર લીગના છેલ્લા તબક્કામાં જે ટેસ્ટ ક્રિકેટમાં આગળ વધતા પહેલા ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું. અત્યાર સુધી જે રીતે બન્યું છે તે જોતાં, એવું લાગે છે કે સખત મહેનત રંગ લાવી છે.’
શુભમન ગિલની યાદગાર બેવડી સદીની મદદથી ભારતીય ટીમે પોતાની પહેલી ઈનિંગમાં 587 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે બીજા દિવસ (ત્રીજી જુલાઈ)ના રોજ રમત બંધ થાય ત્યાં સુધી પોતાની પહેલી ઈનિંગમાં 3 વિકેટ ગુમાવીને 77 રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગના આધારે 510 રન પાછળ છે અને ફોલોઓન ટાળવા માટે ત્રીજા દિવસની રમતમાં સખત મહેનત કરવી પડશે. ઉલ્લેખનીય ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ભારતીય ટીમ સીરિઝ 0-1થી પાછળ રહી ગઈ. લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓની ફિલ્ડિંગ ખૂબ જ નબળી રહી હતી, જેની ચર્ચા કેપ્ટન શુભમન ગિલે પણ કરી છે. લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ પહેલી ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 2 કેચ છોડ્યા હતા. આ કારણે મેચ યજમાન ઈંગ્લેન્ડના પક્ષમાં ગઈ. જો ભારતીય ટીમે તે કેચ છોડ્યા ન હોત તો તે મેચનું પરિણામ અલગ હોત

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!