ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે પાકિસ્તાન સામેની હાઇ-વોલ્ટેજ મેચ પહેલાં કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પોતાનું પ્રેક્ટિસ સેશન શરૂ કર્યું હતું,

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે પાકિસ્તાન સામેની હાઇ-વોલ્ટેજ મેચ પહેલાં કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પોતાનું પ્રેક્ટિસ સેશન શરૂ કર્યું હતું, ત્યારે મેદાન પર એક અણધારી ઘટના બની. શુક્રવારે સાંજે જ્યારે ટીમ અભ્યાસ કરી રહી હતી, ત્યારે પિચની નજીક એક સાપ (જેને સિંહલી ભાષામાં ‘ગરંડિયા’ કહેવાય છે) ધીમે ધીમે સરકતો જોવા મળ્યો હતો.
જોકે, શ્રીલંકામાં ક્રિકેટ સ્ટેડિયમ્સમાં સાપનું દેખાવું કોઈ નવી વાત નથી. તાજેતરમાં લંકા પ્રીમિયર લીગ અને શ્રીલંકા-બાંગ્લાદેશ વનડે દરમિયાન પણ આવા કિસ્સા બન્યા હતા. ગ્રાઉન્ડ સ્ટાફના જણાવ્યા મુજબ, આ બિન-ઝેરી ‘ગરંડિયા’ સાપ છે અને તે માત્ર ઉંદરોની શોધમાં હોય છે.
બ્રાઉન રંગનો આ સાપ ગટર અને સ્ટેન્ડની નજીક રेंगતો જોવા મળ્યો હતો. આ સમયે ભારતીય ખેલાડીઓ મધ્ય વિકેટથી નેટ્સ તરફ જઈ રહી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે, ખેલાડીઓ ગભરાવવાને બદલે આ ઘટનાને રસપૂર્વક જોઈ રહ્યા હતા.
ભારતીય ટીમનો મુકાબલો રવિવારે પાકિસ્તાન સામે થવાનો છે. ભારતે પોતાની પ્રથમ મેચમાં સહ-યજમાન શ્રીલંકા પર આસાન વિજય મેળવ્યો હતો. જોકે, ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે મહિલા ક્રિકેટમાં ભારતનો દબદબો એટલો છે કે ‘ભારત-પાક. હરીફાઈ’ શબ્દ પણ ખોટો લાગે, કારણ કે હરીફાઈ હંમેશા બરાબરીમાં હોય છે.











