શ્રીલંકાએ પ્રથમ વન-ડેમાં ઝીમ્બાબ્વેને સાત રનથી હરાવ્યું, મધુશંકાની હેટ્રિકે પાસું બદલ્યું

લેફટી ફાસ્ટ બોલર મધુશંકા એ છેલ્લી ઓવરમાં હેટ્રીક લઇને હારેલી મેચને જીતમાં બદલી હતી

શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી પહેલી વન-ડેમાં ભારે રસાકસી જોવા મળી હતી, લેફટી ફાસ્ટ બોલર મધુશંકા એ છેલ્લી ઓવરમાં હેટ્રીક લઇને હારેલી મેચને જીતમાં બદલી હતી. શ્રીલંકાએ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ વનડેમાં શાનદાર જીત હાંસિલ કરી છે . પહેલી મેચમાં શ્રીલંકાએ 298 રન બનાવ્યા, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ સરળતાથી વિજય તરફ આગળ વધી રહી હતી પરંતુ છેલ્લી ઓવરમાં કંઈક એવું બન્યું અને જીતેલી મેચ હારી ગયા, શ્રીલંકાના ડાબોડી ફાસ્ટ બોલર મધુશંકાએ છેલ્લી ઓવરના પહેલા ત્રણ બોલ પર સતત ત્રણ વિકેટ લઈને આખી મેચ પલટી નાખી. તેણે સિકંદર રઝા, બ્રેડ ઇવાન્સ અને નાગરવાને આઉટ કરીને હેટ્રિક લીધી અને શ્રીલંકાએ આખરે 7 રનથી મેચ જીતી લીધી. શ્રીલંકાના આ બોલરે છેલ્લી ઓવરમાં ફક્ત 10 રનનો બચાવ કરવાનો હતો પરંતુ તેણે 2 રનમાં 3 વિકેટ લઇને ટીમને શાનદાર વિજ્ય અપાવ્યો.

છેલ્લી ઓવરમાં રમતનું પાસુ ફેરવી નાખ્યું
જ્યારે મધુશંકાને બોલ સોંપવામાં આવ્યો ત્યારે શ્રીલંકાને છેલ્લી ઓવરમાં ફક્ત 10 રનનો બચાવ કરવાનો હતો. ઝિમ્બાબ્વે જીતની કગાર પર હતું કારણ કે સિકંદર રઝા 92 રન સાથે ક્રીઝ પર હતા અને તેમની સાથે ટોની મુનિઓંગા પણ 42 રન સાથે અણનમ હતા. ઝિમ્બાબ્વેનો વિજય નિશ્ચિત લાગતી હતી, પરંતુ પછી મધુશંકાએ કમાલ કરીને પહેલા બોલ પર સિકંદર રઝાને બોલ્ડ કરવામાં સફળ રહ્યો. બીજા બોલ પર, મધુશંકાએ ઇવાન્સને અસિતા ફર્નાન્ડોના હાથે કેચ કરાવ્યો. જ્યારે ત્રીજા બોલ પર રિચાર્ડ નગારવાને બોલ્ડ કરીને હેટ્રિક પૂર્ણ કરી. આ પછી, ઝિમ્બાબ્વેને 3 બોલમાં 10 રન બનાવવા પડ્યા પરંતુ મધુશંકાએ ફક્ત બે રન આપ્યા. આ ઝડપી બોલરે કુલ 4 વિકેટ લીધી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!