ખુરશી પ્રજાની સેવા માટે છે, ઘમંડ માટે નહીં: CJI ગવઈનો સ્પષ્ટ સંદેશ

CJI ગવઈના સમગ્ર ભાષણનો સાર એ હતો કે પછી ભલે તે જિલ્લા મેજિસ્ટ્રેટની ખુરશી હોય, પોલીસ સુપરિન્ટેન્ડન્ટની હોય કે ન્યાયાધીશની હોય, તે માત્ર અને માત્ર જનસેવાનું માધ્યમ છે.

મહારાષ્ટ્ર, શનિવાર
ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ મહારાષ્ટ્રના દરિયાપુરમાં નવનિર્મિત અદાલત ભવનના ઉદ્ઘાટન સમારોહમાં ન્યાયતંત્ર, વહીવટીતંત્ર અને વકીલ સમુદાયને એક મહત્વપૂર્ણ અને સીધો સંદેશ આપ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે “આ ખુરશી જનતાની સેવા માટે છે, ઘમંડ કરવા માટે નહીં. જો તે માથે ચઢી જાય તો તે સેવા નહીં, પાપ બની જાય છે.”

ન્યાયાધીશો અને વકીલો માટે પણ સૂચક સલાહ
CJI ગવઈએ માત્ર વહીવટી અધિકારીઓને જ નહીં, પરંતુ ન્યાયાધીશો અને વકીલોને પણ તેમના વર્તન અંગે સ્પષ્ટ શબ્દોમાં સલાહ આપી. તેમણે કહ્યું કે ન્યાયાધીશોએ વકીલોને સન્માન આપવું જોઈએ, કારણ કે આ અદાલત વકીલ અને ન્યાયાધીશ બંનેની છે.

વધુમાં તેમણે જુનિયર વકીલોને ચેતવણી આપતા કહ્યું કે, જ્યારે 25 વર્ષનો વકીલ ખુરશી પર બેઠો હોય અને 70 વર્ષના સિનિયર વકીલ તેની પાસે આવે, ત્યારે તે ઊભો પણ થતો નથી. આ બાબતે શરમ અનુભવવી જોઈએ અને સિનિયરનું સન્માન કરવું જોઈએ.

CJI ગવઈનો મુખ્ય મુદ્દો
CJI ગવઈના સમગ્ર ભાષણનો સાર એ હતો કે પછી ભલે તે જિલ્લા મેજિસ્ટ્રેટની ખુરશી હોય, પોલીસ સુપરિન્ટેન્ડન્ટની હોય કે ન્યાયાધીશની હોય, તે માત્ર અને માત્ર જનસેવાનું માધ્યમ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો ખુરશીનો ઘમંડ માથા પર ચઢી જશે, તો ન્યાયનું મૂલ્ય સમાપ્ત થઈ જશે. આ ખુરશી સન્માનની છે અને તેને ઘમંડથી અપમાનિત ન કરવી જોઈએ.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!