આજથી બદલાયા આ મોટા નિયમો: રેલવે, ATM અને PAN કાર્ડ થશે પ્રભાવિત

આ નિયમ બદલાવ તમારા નાણાકીય પ્લાનિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સમયસર આ ફેરફારો વિશે જાણકારી મેળવીને તમે જુલાઈથી લાગુ થનારા નવા નિયમો માટે તૈયાર રહી શકો છો અને તમારા ખિસ્સા પર થતી અસરને ઘટાડી શકો છો.

અમદાવાદ, મંગળવાર
જુલાઈ 2025થી ભારતમાં ઘણા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા દૈનિક જીવન અને ખિસ્સા પર પડશે. ખાસ કરીને રેલવે, ATM, ક્રેડિટ કાર્ડ અને PAN કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા બદલાવ જોવા મળશે.

PAN કાર્ડ અને આધાર લિંકિંગ
જુલાઈ 2025થી PAN કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનશે. આ ઉપરાંત, PAN અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. આ નિયમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં પારદર્શિતા વધારશે.

રેલવે ટિકિટના ભાવ અને બુકિંગના નિયમો
રેલવે વિભાગ દ્વારા જુલાઈથી ટ્રેન ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવશે. AC ટ્રેન ટિકિટનું ભાડું પ્રતિ કિલોમીટર 2 પૈસા વધશે, જ્યારે નોન-AC ટ્રેન ટિકિટનું ભાડું પ્રતિ કિલોમીટર 1 પૈસા વધશે. ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ માટે IRCTC એકાઉન્ટ આધાર વેરિફાઈડ હોવું ફરજિયાત બનશે, જેનાથી બુકિંગ પ્રોસેસ વધુ સુરક્ષિત બનશે.

ICICI બેંક ATM નિયમોમાં ફેરફાર
1 જુલાઈ 2025થી ICICI બેંકના ATM સંબંધિત નિયમો બદલાશે, જે ગ્રાહકો માટે ATM નો ઉપયોગ મોંઘો બનાવી શકે છે. લિમિટ કરતાં વધુ કેશ ઉપાડવા પર પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹23 નો ચાર્જ લાગશે. ગ્રાહકોને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે, જ્યારે મેટ્રો શહેરોમાં આ મર્યાદા 3 ટ્રાન્ઝેક્શનની રહેશે.

HDFC ક્રેડિટ કાર્ડના નિયમોમાં બદલાવ
HDFC ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે પણ 1 જુલાઈથી નવા નિયમો લાગુ પડશે. હવે થર્ડ પાર્ટી એપ દ્વારા HDFC ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1% ચાર્જ લાગશે. આ ઉપરાંત, યુટિલિટી બિલની ચૂકવણી પર પણ વધારાનો ચાર્જ લાગુ પડશે. આ ફેરફારોથી ક્રેડિટ કાર્ડ યુઝર્સના ખર્ચ પર સીધી અસર થશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!