180 વર્ષના ઇતિહાસને તાજો કરશે PM મોદીનો ત્રિનિદાદ અને ટોબેગો પ્રવાસ, જાણો શા માટે છે આ યાત્રા ઐતિહાસિક?

PM મોદીની આ યાત્રા વધુ વિશેષ એટલા માટે છે કારણ કે, કેરેબિયન દેશમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને ભારતીય મૂળની મહિલાઓ છે, જેઓ પોતાને “ભારતની દીકરીઓ” ગણાવે છે.

નવી દિલ્હી, મંગળવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રિનિદાદ અને ટોબેગોનો આગામી પ્રવાસ અનેક કારણોસર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ યાત્રા માત્ર 180 વર્ષ જૂના ભારતીય ઇમિગ્રેશનના ઇતિહાસને જ તાજો નહીં કરે, પરંતુ બંને દેશો વચ્ચે ભવિષ્યની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાની દિશામાં પણ એક મહત્વપુર્ણ પગલું સાબિત થશે.

PM મોદીનો કેરેબિયન દેશનો પ્રથમ ઓફિશિયલ પ્રવાસ
પ્રધાનમંત્રી મોદી 3 અને 4 જુલાઈના રોજ ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત લેશે. 1999 પછી આ કોઈપણ ભારતીય વડાપ્રધાનની આ કેરેબિયન દેશની પ્રથમ બાઇલેટરલ વિઝીટ હશે. રસપ્રદ વાત એ છે કે, PM મોદીની આ દેશમાં આ પ્રથમ ઓફિશિયલ મુલાકાત છે. આ પ્રવાસને લઈને વિદેશી ભારતીયો માં પ્રચંડ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

180 વર્ષ પહેલા ભારતીયોએ રાખ્યો હતો પ્રથમ પગ
આ પ્રવાસનું એક મુખ્ય કારણ 180 વર્ષ પહેલા ભારતીયોએ દરિયાઈ માર્ગે આ ધરતી પર પ્રથમ પગ મૂક્યો હતો તે છે. 30 મે, 1845ના રોજ, ‘ફતેહ-અલ-રઝાક’ નામનું જહાજ ભારતથી રવાના થઈ 225 ભારતીય કરારબદ્ધ મજૂરોને ત્રિનિદાદ અને ટોબેગોના કિનારે ઉતાર્યા હતા. આ ભારતીયોને બ્રિટિશ કોલોનીમાં કામ કરવા માટે કરારબદ્ધ મજૂરો તરીકે મોકલવામાં આવ્યા હતા. ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ ભારતનો વડાપ્રધાન તે જ ધરતી પર ઓફિશિયલ વિઝીટ પર પહોંચશે.

બ્રિટીશ શાસન દરમિયાન, ભારતમાંથી મજૂરોને સુગર અને કેરેબિયન શેરડીના વાવેતર – સસ્તામાં મજૂરી પૂરી પાડવા માટે મોકલવામાં આવતા હતા. ‘ફતેહ-અલ-રઝાક’ દ્વારા ત્રિનિદાદ પહોંચેલા પ્રથમ ભારતીયોમાંથી મોટાભાગના ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના rural વિસ્તારોના હતા.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને ભારતીય મૂળના
PM મોદીની આ યાત્રા વધુ વિશેષ એટલા માટે છે કારણ કે, કેરેબિયન દેશમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને ભારતીય મૂળની મહિલાઓ છે, જેઓ પોતાને “ભારતની દીકરીઓ” ગણાવે છે. વિદેશ મંત્રાલયના સચિવ નીના મલ્હોત્રાએ જણાવ્યું કે, બંને નેતાઓ માત્ર ભારતની વિરાસત સાથે જ જોડાયેલા નથી, પરંતુ ભારત સાથે રાજદ્વારી અને વિકાસ સહયોગને નવી દિશા આપવા માટે પણ ઉત્સુક છે.

દ્વિપક્ષીય સંબંધોને મળશે નવી દિશા
PM મોદીના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાર્મા, રિન્યુએબલ એનર્જી, કૃષિ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થશે. આ ઉપરાંત, રમતગમત, શિક્ષણ અને સાંસ્કૃતિક સંબંધો પણ એજન્ડામાં શામેલ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, “બંને દેશો એક વિગતવાર સહયોગ કરાર પર સહી કરશે.’

પ્રધાનમંત્રી મોદીને ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રને એડ્રેસ કરવાનું ખાસ સન્માન મળશે. સાથે જ, વડાપ્રધાન કમલા બિસેસર PM મોદીના સન્માનમાં ઔપચારિક રાત્રિભોજનનું પણ આયોજન કરશે. આ યાત્રા બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને ફરીથી તાજા કરવા અને ભવિષ્ય માટે એક મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીની બેઝ સ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!