ગાંધીનગર ફાયરને કોલ મળતા ઘટનાસ્થળે પહોંચી : સ્થાનિક રહેવાસીઓનો ગંભીર આરોપ છે કે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવાયા નથી, જેના કારણે આવા ખાડાઓ સર્જાયા છે

ગાંધીનગર, મંગળવાર : ગાંધીનગરના સેક્ટર-1, ચ-0 વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે. વરસાદ બાદ સડકો પર પડેલા ખાડાઓમાંથી એક ખાડામાં પડી જવાથી એક નાની બાળકીનું મોત થયું છે. ગાંધીનગર ફાયરને કોલ મળતા ઘટનાસ્થળે પહોંચી છે. વરસાદને કારણે અનેક ખાડા પડ્યા છે. ત્યારે મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીનો સ્થાનિકોનો આરોપ છે.
મળતી માહિતી મુજબ ગાંધીનગર સેક્ટર-1 ચ-0 પાસે બાળકી ખાડામાં પડતા મોત થયુ છે. ઘટના બાદ તરત ફાયર બ્રિગેડ ટીમને કોલ કરાયો હતો અને તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક રહેવાસીઓનો ગંભીર આરોપ છે કે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવાયા નથી, જેના કારણે આવા ખાડાઓ સર્જાયા છે. આ તંત્રની ઘોર બેદરકારી ગણવામાં આવી રહી છે.સ્થાનિક લોકો અને સમાજમાં ભારે ગુસ્સો છે. લોકો માંગ કરી રહ્યા છે કે જેને જવાબદાર ગણવામાં આવે છે – તેનો હિસાબ લેવો જોઈએ, અને તંત્ર દ્વારા તાત્કાલિક ખાડા ભરવાનું કામ શરૂ થાય.











