ઝાક જલુન્દ્રા બ્રિજ જર્જરિત હાલતમાં,માજી સરપંચે ટ્રાફિક બંધ કરવાની કરી રજૂઆત

રાયપુર કેનાલ નજીક ડાયવર્ઝન આપીને શરૂ કરાયેલ ઝાક જલુન્દ્રા નર્મદા કેનાલના બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનોને લઈને  જોખમ ઊભું થયું છે

ગાંધીનગર,શુક્રવાર:  રાયપુર કેનાલ નજીક ડાયવર્ઝન આપીને શરૂ કરાયેલ ઝાક જલુન્દ્રા નર્મદા કેનાલના બ્રિજ (સાંકળ 218.032) પરથી પસાર થતાં ભારે વાહનોને લઈને ગંભીર જોખમ ઊભું થયું છે. આ મામલે મોટા જલુન્દ્રાના માજી સરપંચ રોહિત પટેલે આક્ષેપો કર્યા છે અને આજે લેખિતમાં ધારાસભ્ય, મામલતદાર તથા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે.
નોંધનીય છે કે રોહિત પટેલે તાત્કાલિક ધોરણે બ્રિજ પરથી ભારે વાહનો સહિતનો ટ્રાફિક બંધ કરવાની માંગ કરી છે. સાથે જ, બ્રિજની તાત્કાલિક મરામતની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો બ્રિજ પર કોઈ અકસ્માત થાય કે બ્રિજ તૂટી જાય તો નર્મદા કેનાલ તંત્ર જવાબદારી લેશે કે નહીં? સ્થાનિક વાહનચાલકો અને લોકોમાં મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે, અને તંત્રની ઉદાસીનતા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!