દિલ્લીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર રાજકોટના યુવકનો હુમલો, જાણો આખી ઘટનાની દરેક ડિટેલ

દિલ્લીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જન સુનવાઈ દરમિયાન એક યુવકે હુમલો કર્યો. આ હુમલાખોર કોણ છે અને આ ઘટના વિશેની બધી વિગતો જાણો. ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીએ શું રિએક્શન આપ્યું, તેની પણ માહિતી અહીં આપવામાં આવી છે.

નવી દિલ્હી, બુધવાર
દિલ્લીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર તેમના સત્તાવાર નિવાસસ્થાને જન સુનવાઈ દરમિયાન એક શખ્સે હુમલો કર્યો. હુમલાખોર ગુજરાતના રાજકોટનો રહેવાસી છે અને તેની ઓળખ રાજેશભાઈ ખીમજી તરીકે થઈ છે. આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં ભારે હલચલ જોવા મળી છે.

શું થયું મુખ્યમંત્રી નિવાસસ્થાને?
આજે સવારે મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમના સિવિલ લાઇન્સ સ્થિત નિવાસસ્થાને લોકોની ફરિયાદો સાંભળી રહ્યા હતા. આ દરમિયાન, એક ત્રીસ વર્ષના યુવકે તેમને એક કાગળ આપ્યો અને અચાનક જોરથી બૂમો પાડવા લાગ્યો. રિપોર્ટ્સ પ્રમાણે, તેણે ગાળો બોલી અને મુખ્યમંત્રીને થપ્પડ મારી. ત્યારબાદ તેણે ટેબલ પર પોતાનું માથું પછાડ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

સિક્યોરિટી સ્ટાફે તાત્કાલિક હુમલાખોરને પકડી લીધો અને પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો. હાલમાં, તેને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હુમલાનો ચોક્કસ હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.

રાજકીય પાર્ટીઓનું રિએક્શન
આ ઘટના બાદ ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આ હુમલાની નિંદા કરી છે.

ભાજપ: દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવે આ ઘટનાને વખોડી છે. ભાજપના નેતાઓએ આ હુમલા પાછળ કોઈ રાજકીય કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી છે.

આપ: દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અને આપ (AAP) નેતા આતિશીએ આ હુમલાને વખોડી કાઢ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે લોકશાહીમાં અસહમતિ માટે જગ્યા છે, પરંતુ હિંસા માટે નહીં. તેમણે દિલ્લી પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગણી કરી છે.

કોંગ્રેસ: કોંગ્રેસના દિલ્લી અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે આ ઘટનાને મહિલાઓની સુરક્ષા સાથે જોડીને કહ્યું કે જો દિલ્લીના મુખ્યમંત્રી જ સુરક્ષિત ન હોય, તો સામાન્ય મહિલા કેવી રીતે સુરક્ષિત રહી શકે? કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ ભાજપ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ ઘટનાની તપાસ થવી જોઈએ.

પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ હુમલા પાછળનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે. આ ઘટનાએ દિલ્લીમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે અને મુખ્યમંત્રીની સુરક્ષા પર પણ સવાલો ઉભા થયા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!