અરવલ્લીમાં રૂપિયાની લેતીદેતીમાં 25 વર્ષીય યુવકની હત્યા, આરોપીની ધરપકડ

અરવલ્લીના મોડાસામાં 25 વર્ષીય યુવકની રૂપિયાની લેતીદેતી અને બાઇક સર્વિસના વિવાદમાં હત્યા. પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી. જાણો સમગ્ર ઘટનાની વિગતો. 

અરવલ્લી, ગુરૂવાર
અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર 25 વર્ષની ઉંમરના એક યુવકનો જીવ રૂપિયાની લેતીદેતી અને બાઇકની સર્વિસના વિવાદમાં ગયો છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટનાની વિગતો
આ ઘટના મોડાસા શહેર નજીક આવેલી ડુઘરવાડા ચોકડી પર બની હતી. મૃતક યુવક, જાહુલ જાકીર મુલતાની (ઉંમર 25), અહીં એક ગેરેજ ચલાવતો હતો. આરોપી અશરફ અજમેરી અને અન્ય શખ્સો સાથે તેને રૂપિયા 4000ની લેતીદેતી અને બાઇક સર્વિસ બાબતે ઝઘડો થયો હતો. આરોપીનો આરોપ હતો કે બાઇકની સર્વિસ સંતોષકારક રીતે થઈ નહોતી.

આ સામાન્ય બાબત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ અને ઉશ્કેરાયેલા અશરફે જાહુલના માથા પર બોથડ પદાર્થ માર્યો. જોકે, પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અશરફ અજમેરીએ મોટર સાઇકલનું સ્ટીલનું જમ્પર જાહુલના છાતીના ભાગે મારતા તેને ગંભીર ઈજાઓ થઈ. આ હુમલા બાદ જાહુલ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો.

સારવાર મળે તે પહેલાં જ મોત
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને જાહુલને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. પરંતુ, દુર્ભાગ્યવશ તેને ટ્રીટમેન્ટ મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું.

આ ઘટના બાદ મોડાસા ટાઉન પી.આઈ. અને પોલીસ સ્ટાફનો કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી. પોલીસે આ મામલે આરોપીઓ અશરફ અજમેરી, અજમેરી નથુભાઈ, જાવેદ નથુભાઈ અને અરુણ યુસુફ સામે મર્ડરનો FIR દાખલ કર્યો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી અશરફ અજમેરીની અટકાયત કરી છે અને આગળની તપાસ ચાલી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!