પર્સનલ લોન વિશેના 6 મોટી માન્યતા, શું તમે પણ આ ભ્રમણામાં નથી જીવતા ને?

ખોટી માન્યતાઓને કારણે ઘણી વાર લોકો યોગ્ય સમયે લોન લેતા અચકાય છે અથવા ખોટા નિર્ણયો લઈ બેસે છે.

અમદાવાદ, સોમવાર
આજના ઝડપી યુગમાં આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે પર્સનલ લોન એક સારો વિકલ્પ બનીને ઊભરી છે. પરંતુ, લોન લેતા પહેલા ઘણા લોકોના મનમાં કેટલીક ગેરસમજો અને ડર હોય છે. આ ખોટી માન્યતાઓને કારણે ઘણી વાર લોકો યોગ્ય સમયે લોન લેતા અચકાય છે અથવા ખોટા નિર્ણયો લઈ બેસે છે. અહીં અમે તમને પર્સનલ લોન સાથે જોડાયેલા 6 મોટા માન્યતા અને તેની પાછળની સાચી હકીકત જણાવીશું.

માન્યતા-1: લોન ફક્ત નોકરીયાત અને સારા ક્રેડિટ સ્કોર વાળાને જ મળે છે.
હકીકત: આ માન્યતા સાચી નથી. બેન્ક કે અન્ય ફાઇનાન્સ કંપનીઓ લોન આપતા પહેલા તમારી આવકની સ્થિરતા, ખર્ચ પછી કેટલી બચત થાય છે, અને તમારી ક્રેડિટ હિસ્ટ્રી જેવી બાબતો પર ધ્યાન આપે છે. જો તમારી પાસે યોગ્ય ડોક્યુમેન્ટ્સ હોય, તો સિનિયર સિટીઝન અને સેલ્ફ-એમ્પ્લોયડ લોકો પણ પર્સનલ લોન લઈ શકે છે.

માન્યતા 2: પર્સનલ લોન ફક્ત ઈમરજન્સી માટે જ છે.
હકીકત: મોટાભાગના લોકો એમ માને છે કે પર્સનલ લોન માત્ર અચાનક આવેલી આર્થિક જરૂરિયાત માટે જ હોય છે. જોકે, તેનો ઉપયોગ ઘણા કામો માટે થઈ શકે છે, જેમ કે ઉચ્ચ શિક્ષણ, ઘરનું રિનોવેશન, લગ્ન કે પછી ઊંચા વ્યાજદર વાળા જૂના દેવાને ચૂકવી દેવા માટે.

માન્યતા 3: પર્સનલ લોન માટે ગીરવે કંઈક મૂકવું પડે છે.
હકીકત: આ એક લોકપ્રિય ગેરસમજ છે. પર્સનલ લોન એ અનસિક્યોર્ડ લોન છે. આમાં કોઈ પણ પ્રોપર્ટી, ગોલ્ડ કે અન્ય સંપત્તિ ગીરવે મૂકવાની જરૂર નથી. બેન્ક તમારી આવક, અન્ય દેવા અને ક્રેડિટ સ્કોર પર જ લોન આપે છે.

માન્યતા 4: પર્સનલ લોનના વ્યાજદર હંમેશા ખૂબ ઊંચા હોય છે.
હકીકત: પર્સનલ લોનનો વ્યાજદર હોમ લોન કે કાર લોન કરતાં થોડો વધુ હોય છે, પણ ક્રેડિટ કાર્ડ કરતાં તે ઘણો ઓછો હોય છે. ક્રેડિટ કાર્ડ પર વ્યાજ 36% થી 45% સુધી પહોંચી શકે છે, જ્યારે પર્સનલ લોનનો વ્યાજદર 9.50% વાર્ષિકથી શરૂ થઈ શકે છે.

માન્યતા 5: લોન લેવાની પ્રક્રિયા બહુ જ અઘરી હોય છે.
હકીકત: ભૂતકાળમાં લોન લેવાની પ્રક્રિયા ખરેખર લાંબી અને જટિલ હતી. પરંતુ હવે, ડિજિટલ યુગમાં આ બહુ જ સરળ બની ગયું છે. ઘણી બેન્કો અને ફિનટેક કંપનીઓ પેપરલેસ પ્રોસેસ દ્વારા ત્વરિત મંજૂરી અને ઘણી વાર તો એ જ દિવસે પૈસા પણ આપી દે છે.

માન્યતા 6: લોન લેવાથી ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જાય છે.
હકીકત: આ માન્યતા તદ્દન ખોટી છે. હકીકતમાં, સમયસર લોનની EMI ચૂકવવાથી તમારો ક્રેડિટ સ્કોર સુધરે છે. શરૂઆતમાં લોન માટે અરજી કરતી વખતે સ્કોર થોડો ઘટી શકે છે, પણ નિયમિત ચૂકવણી કરવાથી તમારો ક્રેડિટ રેકોર્ડ મજબૂત બને છે, જે ભવિષ્યમાં લોન લેવા માટે મદદરૂપ થાય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!