દહેગામ: ઉમિયા શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર બાંધકામનો વિવાદ, અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળને કરાઇ લેખિત ફરિયાદ

દહેગામના ઉમિયા શોપિંગ સેન્ટરમાં બાંધકામની મંજૂરી વિના 12 ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી હોવાનો કેસ સામે આવ્યો છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અરજી કરવામાં આવી છે.

 

દહેગામ, રવિવાર
દહેગામમાં આવેલા ઉમિયા શોપિંગ સેન્ટર વિવાદનું કેન્દ્ર બન્યું છે. તાજેતરમાં આ શોપિંગ સેન્ટરના એક માલિક દ્વારા અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળને એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સેન્ટરમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે.

આ ફરિયાદ મુજબ સરવે નંબર 67 અને સીટી સરવે નંબર 4369 પર આવેલા ઉમિયા શોપિંગ સેન્ટરમાં ઓડાની પ્લાન મંજૂરી અને જરૂરી પરવાનગી વિના 12 જેટલી નવી દુકાનોનું બાંધકામ ચાલી રહ્યું છે. અરજદાર, પ્રવિણભાઇ ગોવિંદભાઇ પટેલ અને અન્ય 10 દુકાન માલિકોએ આ મામલે સત્તાવાળાઓને તત્કાળ પગલાં લેવા વિનંતી કરી છે, જેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવી શકાય.

આ કેસની ગંભીરતા જોતા આ ફરિયાદની નકલો શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ, દેહગામ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પણ મોકલવામાં આવી છે. આ પત્રોનો મુખ્ય હેતુ એ છે કે સંબંધિત અધિકારીઓ આ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી કરે.

આ ઘટના ફરી એક વાર શહેરી વિસ્તારોમાં બાંધકામના નિયમોના પાલન અંગે સવાલો ઉભા કરી રહી છે. હવે એ જોવું રહ્યું કે આ મામલે AUDA અને અન્ય સંબંધિત વિભાગો શું પગલાં લે છે. આ ઘટના સ્થાનિક રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ ચર્ચાનો વિષય બની છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!