ભારતના ૫૩મા CJI બનશે જસ્ટિસ સૂર્યકાંત: ૨૪ નવેમ્બરે શપથ ગ્રહણ, દોઢ વર્ષનો રહેશે કાર્યકાળ

વર્તમાન CJI બી.આર. ગવઈ દ્વારા ભલામણ કરાયા બાદ, જસ્ટિસ સૂર્યકાંતને ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ પર નવી નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. વર્તમાન CJI બી.આર. ગવઈ દ્વારા ભલામણ કરાયા બાદ, જસ્ટિસ સૂર્યકાંતને ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આગામી ૨૪ નવેમ્બરના રોજ CJI ગવઈની નિવૃત્તિ બાદ પદભાર સંભાળશે. જસ્ટિસ સૂર્યકાંતનો કાર્યકાળ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી એટલે કે લગભગ ૧૫ મહિનાનો રહેશે.

હરિયાણાના હિસાર જિલ્લાના એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા જસ્ટિસ સૂર્યકાંત ૨૪ મે, ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા હતા. તેઓ પંજાબ-હરિયાણા અને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.તેમની પાસે બે દાયકાથી વધુનો ન્યાયિક અનુભવ છે, જેમાં આર્ટિકલ-૩૭૦ રદ્દ કરવા, પેગાસસ સ્પાયવેર મામલો અને લિંગ સમાનતા પરના ઐતિહાસિક ચુકાદાઓ સામેલ છે. તેમણે રાજદ્રોહ કાયદાને સ્થગિત રાખવાનો અને બાર એસોસિયેશનોમાં મહિલાઓ માટે એક તૃત્યાંશ બેઠકો અનામત રાખવાનો મહત્ત્વનો નિર્દેશ પણ આપ્યો છે.

આ ઉપરાંત, તેઓ હાલમાં રાજ્યપાલની સત્તાઓ સંબંધિત બંધારણીય બેંચનો પણ ભાગ છે. જસ્ટિસ સૂર્યકાંતની નિયુક્તિ ભારતીય ન્યાય પ્રણાલીમાં એક નવા અધ્યાયનો પ્રારંભ કરશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!