શું તમે જાણવા માંગો છો કે વર્ષ 2026 ભારત અને ગુજરાત માટે શું લઈને આવશે? અંકશાસ્ત્ર મુજબ આ વર્ષ સૂર્યના પ્રભાવવાળું રહેશે. જાણો અવકાશ વિજ્ઞાન, રાજકારણ અને કાયદાકીય ફેરફારો વિશેની સચોટ આગાહીઓ.

અમદાવાદ, ગુરૂવાર
જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે, તેમ દરેકના મનમાં એક જ સવાલ હોય છે કે આવનારું નવું વર્ષ આપણા માટે કેવું રહેશે? ખાસ કરીને જ્યારે વાત દેશ અને રાજ્યના ભવિષ્યની હોય ત્યારે ઉત્સુકતા વધી જાય છે. જાણીતા જ્યોતિષાચાર્યના આધારે વર્ષ 2026 માટે કેટલીક મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. તેમના મતે, વર્ષ 2026 ભારત અને ગુજરાત માટે મોટા ફેરફારો અને નવી તકોનું વર્ષ સાબિત થઈ શકે છે.
વર્ષ 2026 નું અંક ગણિત શું સૂચવે છે?
અંકશાસ્ત્રની દ્રષ્ટિએ ગણતરી કરીએ તો વર્ષ 2026 નો કુલ સરવાળો (2+0+2+6 = 10) એટલે કે અંક 1 થાય છે. અંક 1 એ ‘સૂર્ય’ નો કારક છે. આ ઉપરાંત, વર્ષમાં અંક 2 (ચંદ્ર) બે વખત આવે છે, જે શાંતિ અને શુભ સંકેત આપે છે. ચંદ્રની હાજરી સૂચવે છે કે આ વર્ષે કોઈ મોટી કુદરતી આફત કે મહામારી આવવાની શક્યતા નહિવત છે. બીજી તરફ, સૂર્ય (અંક 1) સત્તા અને પ્રભાવનો કારક હોવાથી, આ વર્ષે દેશમાં મજબૂત વહીવટી નિર્ણયો લેવામાં આવશે અને સરકારનો પાવર જોવા મળશે.
ભારત માટે 2026 કેવું રહેશે?
ભારતની આઝાદીના વર્ષ (1947) મુજબ ભારતનો અંક 3 (ગુરુ) થાય છે. વર્ષ 2026 માં ભારત માટે નીચે મુજબની શક્યતાઓ રહેલી છે:
અવકાશ વિજ્ઞાનમાં ડંકો: સ્પેસ મિશન અને સેટેલાઇટ ક્ષેત્રે ભારત મોટી સફળતા મેળવશે. વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું નામ વિશ્વભરમાં ગુંજતું થશે.
કડક કાયદાઓ: સરકાર દ્વારા નવા અને કડક કાયદાઓ અમલમાં મૂકવામાં આવી શકે છે અથવા જૂના કાયદાઓમાં મોટા સુધારા થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય સંબંધો: વિદેશી દેશો સાથે મહત્વના કરારો અને સમજૂતીઓ થવાની પ્રબળ શક્યતા છે.
સરહદી સુરક્ષા: બોર્ડર પર થોડી તંગદિલી જોવા મળી શકે છે, પરંતુ અંકશાસ્ત્ર મુજબ યુદ્ધ થવાની સંભાવના ખૂબ જ ઓછી છે.
જ્યારે પણ વર્ષનો સરવાળો 1 આવ્યો છે, ત્યારે ભારતના ઇતિહાસમાં મોટી ઘટનાઓ બની છે, જેનો પુનરાવર્તન આ વર્ષે પણ જોવા મળી શકે છે.
ગુજરાત માટે શું છે સંકેતો?
ગુજરાતની સ્થાપના (1960) મુજબ રાજ્યનો અંક 7 (કેતુ) આવે છે. અંકશાસ્ત્ર મુજબ 2026 ગુજરાત માટે મિશ્ર ફળદાયી રહી શકે છે:
રાજકીય ગરમાવો: આ વર્ષે ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી શકે છે. શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ટકરાવ વધશે. મંત્રીમંડળના સભ્યોએ ખાસ સાવચેતી રાખવી પડશે.
આરોગ્ય ક્ષેત્રે નવી ક્રાંતિ: મેડિકલ અને હેલ્થ સેક્ટરમાં નવા પ્રોજેક્ટ્સ આવશે અને હોસ્પિટલોમાં સુવિધાઓ વધશે.
યુવા વર્ગ: વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ વર્ષ મહત્વના પરિવર્તનો લાવશે.
લોક આંદોલન: પ્રજાના પ્રશ્નો કે સ્વાભિમાનને લઈને આંદોલન જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં.
વર્ષ 2025 ની આગાહીઓ કેટલી સાચી પડી?
2026ની આગાહી પર એટલા માટે વિશ્વાસ મૂકી શકાય કારણ કે 2025 માટે તેમણે કરેલી આગાહીઓ અક્ષરસ: સાચી પડી છે. વર્ષ 2025 નો અંક 9 (મંગળ) હતો.
અવકાશમાં સિદ્ધિ: આગાહી મુજબ, ભારતીય અવકાશયાત્રી શુભાંશું શુકલાએ 25 જૂન 2025 ના રોજ નાસાના ‘એક્ઝિમ 4’ મિશન દ્વારા સ્પેસ સ્ટેશનની સફર કરી ઇતિહાસ રચ્યો હતો.
યુદ્ધ નહીં, શાંતિ: એવી ભીતિ હતી કે 2025 માં યુદ્ધ થશે, પરંતુ અંકશાસ્ત્ર મુજબ ‘ઓપરેશન સિંદૂર’ જેવી શાંતિ પ્રક્રિયાઓ થઈ અને યુદ્ધ ટળ્યું.
સખત કાર્યવાહી: અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની મોટી ઝુંબેશ અને કેટલીક દુર્ઘટનાઓ પણ અંકશાસ્ત્રના ગણિત મુજબ સાચી સાબિત થઈ હતી.
આમ, ભૂતકાળના સચોટ અનુમાનને જોતા, વર્ષ 2026 પણ ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભારી લાવશે અને વિજ્ઞાન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરાવશે તેવું સ્પષ્ટ જણાય છે.











