ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગના મોટા દરોડા: અમદાવાદ, ગાંધીધામ, મુન્દ્રા અને રાજકોટમાં શિપિંગ કંપની અને CA રડાર પર

ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદ, ગાંધીધામ, મુન્દ્રા અને રાજકોટમાં દરોડા પાડીને શિપિંગ કંપની અને 4 CA ની પૂછપરછ હાથ ધરી છે, જેમાં બોગસ Form 15CB અને વિદેશમાં નાણાં મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે.

ગુજરાતમાં ફરી એકવાર ઇન્કમટેક્સ વિભાગે મોટા પાયે આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. વિભાગે અમદાવાદ, ગાંધીધામ, મુન્દ્રા અને રાજકોટમાં એકસાથે દરોડા પાડ્યા છે. આ તપાસ દરમિયાન એક મોટી શિપિંગ કંપની અને ચાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ઇન્કમટેક્સ વિભાગના સીધા રડારમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અલગ-અલગ સ્થળોએ તૈનાત અધિકારીઓ દ્વારા મહત્વના દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને ડિજિટલ રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

બોગસ સર્ટિફિકેટના આક્ષેપ:
પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે કેટલાક શંકાસ્પદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા બોગસ Form 15CB સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. આ સર્ટિફિકેટના આધારે વિદેશમાં મોટા પ્રમાણમાં નાણાં મોકલવાની ગેરકાયદેસર પ્રક્રિયા કરવામાં આવતી હોવાની શંકા છે.

હવાલા અને શંકાસ્પદ વ્યવહારો:
તપાસ એજન્સીઓની પ્રાથમિક દ્રષ્ટિએ એવું પણ સામે આવ્યું છે કે ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ખોટા ચલણ દર્શાવીને ભારતીય ચલણને વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું. વાસ્તવમાં કોઈપણ પ્રકારનો માલ મોકલવામાં આવ્યો ન હતો કે કોઈ સેવા પૂરી પાડવામાં આવી ન હતી, છતાં દસ્તાવેજોમાં વેપાર થયો હોવાનું બતાવીને નાણાંની હેરફેર કરવામાં આવી રહી હતી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!