ગાંધીનગરના સેક્ટર-30માં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

લીમડાના ઝાડ નીચે ચાલતા પાના-પત્તાના જુગાર પર સેક્ટર-21 પોલીસની સર્વેલન્સ ટીમનો દરોડો : પાંચ આરોપીઓ પાસેથી કુલ ₹16,340ની રોકડ રકમ અને પાના-પત્તા કબજે

ગાંધીનગર, બુધવાર : સેક્ટર-21 પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સેક્ટર-30 વિસ્તારમાં દરોડો પાડી પૈસાથી પાના-પત્તાનો હારજીતનો જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી પાના-પત્તા સહિત કુલ ₹16,340ની રોકડ રકમ કબજે કરી પાંચેય વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને ગાંધીનગર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી. ગોહિલ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને સેક્ટર-21 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા જુગારની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી.

દરમિયાન એ.એસ.આઈ. મગનસિંહ ભીમસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે સેક્ટર-30માં જી.ઈ.બી. મેઈન ગેટની સામે સંજરીપાર્ક જવાના રસ્તે ખુલ્લા મેદાનમાં લીમડાના ઝાડ નીચે કેટલાક ઈસમો પૈસાથી પાના-પત્તાનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે સર્વેલન્સ ટીમે આયોજનપૂર્વક વોચ ગોઠવી સ્થળને કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો. જેમાં સમીર યાકુબમીયા શેખ (ઉં.વ.27), રહે. પેથાપુર, યાશીક મહમદ નજીર મહમદ પાલારી (ઉં.વ.30), રહે. પેથાપુર, રમેશજી સદાજી ઠાકોર (ઉં.વ.50), રહે. સાંપા, દહેગામ, ઈમરાન હુસેન સીકંદર હુસેન બેલીમ (ઉં.વ.35), રહે. પેથાપુર અને ઈકબાલહુસેન મહોમ્મદ હુસેન મલેક ઉર્ફે ફોજી (ઉં.વ.53), રહે. પેથાપુરને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓની અંગજડતીમાંથી ₹12,530 તેમજ દાવ ઉપરથી ₹3,810 મળી કુલ ₹16,340ની રોકડ રકમ તથા પાના-પત્તા કબજે કર્યા હતા. પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. દેસાઈ, એ.એસ.આઈ. મગનસિંહ ભીમસિંહ, અ.હે.કો. દિલીપકુમાર વિનોદચંદ્ર, અ.હે.કો. દિલીપસિંહ પુંજાજી, અ.હે.કો. પરેશકુમાર પ્રભુદાસ, અ.પો.કો. સુમિતકુમાર પુનાભાઈ અને આ.પો.કો. રાજેન્દ્રસિંહ મુકુંદસિંહ જોડાયા હતા.

MITUFAB SOLANKI
Author: MITUFAB SOLANKI

Leave a Comment

Read More

error: Content is protected !!