લવારપુર બ્રિજ પાસે દારૂ ભરેલી કાર મૂકી ફરાર થયેલો આરોપી ઝડપાયો

1008 બોટલ વિદેશી દારૂ સાથે રૂ.5.45 લાખનો મુદ્દામાલ અગાઉ ઝડપાયો હતો, ચિલોડા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો : ઉદયપુરના 19 વર્ષીય સંજયકુમાર અહારીની ધરપકડ, ડભોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં કાર્યવાહી

ગાંધીનગર, બુધવાર : ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં દારૂ ભરેલી કાર લવારપુર બ્રિજ નીચે સર્વિસ રોડ પર મૂકીને ફરાર થઈ ગયેલા આરોપીને ચિલોડા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી અને દહેગામ ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈન દ્વારા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચનાના અનુસંધાને ચિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. ચૌહાણ દ્વારા પોલીસ સ્ટાફને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં રિટ્ઝ કાર નંબર GJ-01-KJ-0043માંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂની 32 પેટીમાં કુલ 1008 બોટલ મળી આવી હતી. દારૂની કિંમત રૂ.2,95,680 તથા કારની કિંમત રૂ.2,50,000 મળી પોલીસે કુલ રૂ.5,45,680નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કાર લવારપુર બ્રિજ નીચે અમદાવાદ તરફ જતા સર્વિસ રોડ પર મૂકીને તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ ગુનાની તપાસ ચિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. મુંધવા કરી રહ્યા હતા. તપાસ દરમિયાન પોલીસે ફરાર આરોપી સંજયકુમાર દિનેશજી અહારી, ઉંમર 19 વર્ષ, રહે. લક્ષ્મણપુરા ગામ, નરા, પંચાયત મોહવાલ, પોલીસ સ્ટેશન પહાડા, તા. નયાગાઉ, જી. ઉદયપુર, રાજસ્થાનને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. મુંધવા, એ.એસ.આઈ. મોહનભાઈ સુરસિંહ, એ.એસ.આઈ. રાકેશકુમાર બળદેવભાઈ અને અ.પો.કો. વિશાલકુમાર જોઈતાભાઈ ઘ્વારા કરવામાં આવી હતી.

MITUFAB SOLANKI
Author: MITUFAB SOLANKI

Leave a Comment

Read More

error: Content is protected !!