નદી કિનારા પાસે ખુલ્લા ખેતરમાં ચાલતા પાના-પત્તાના જુગાર પર ડભોડા પોલીસની સર્વેલન્સ ટીમનો દરોડો : દાવ પરથી રૂ.1,550 અને આરોપીઓની અંગઝડતીમાંથી રૂ.14,550 મળી કુલ રૂ.16,100ની રોકડ જપ્ત

ગાંધીનગર, બુધવાર ડભોડા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે વડોદરા ગામની સીમમાં નદી કિનારા પાસે આવેલા ખુલ્લા ખેતરમાં દરોડો પાડી પૈસાથી પાના-પત્તાનો હારજીતનો જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ.16,100ની રોકડ અને 52 નંગ ગંજીપત્તા કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર રેન્જ વડા વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને દહેગામ ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈન દ્વારા પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
જેના અનુસંધાને ડભોડા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અમિતકુમાર કનુભાઈ અને વિશાલસિંહ રણજીતસિંહને ખાનગી બાતમી મળી હતી કે વડોદરા ગામની સીમમાં નદી કિનારા પાસે આવેલા ખુલ્લા ખેતરમાં કેટલાક ઈસમો પૈસાથી પાના-પત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં દાવ પરથી રૂ.1,550ની રોકડ અને 52 નંગ ગંજીપત્તા મળી આવ્યા હતા. જ્યારે પકડાયેલા ઈસમોની અંગઝડતીમાંથી રૂ.14,550ની રોકડ મળી હતી. આમ કુલ રૂ.16,100ની રોકડ કબજે કરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓ : ભીખાજી ફતાજી પરમાર (ઉ.વ.51), અલ્પેશકુમાર અજીતભાઈ સોલંકી (ઉ.વ.29), વિક્રમ ધુળાજી પરમાર (ઉ.વ.30), વિપુલ કાંતીજી ઠાકોર (ઉ.વ.25), રતનજી રમેશજી ઠાકોર (ઉ.વ.26), સંજય અશોકજી ઠાકોર (ઉ.વ.24) અને રાજેશકુમાર મનુજી ડોડીયા (ઉ.વ.48).
આ કાર્યવાહી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ નિકુલકુમાર બાબુભાઈ, મોહનભાઈ મહાદેવભાઈ, પુષ્યેન્દ્રસિંહ જગતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સુનીલકુમાર રમણભાઈ, વિજયસિંહ તેજસિંહ, અમિતકુમાર કનુભાઈ અને વિશાલસિંહ રણજીતસિંહની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ડભોડા પોલીસે પકડાયેલા સાતેય આરોપીઓ સામે જુગારધારા કલમ-12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











