મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 5 વર્ષ: જન આરોગ્ય અને તબીબી ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ૫ વર્ષ પૂર્ણ થવા પર જન આરોગ્ય ક્ષેત્રે આયુષ્માન સહાય વધારીને રૂ. ૧૦ લાખ કરવા, ૨.૯૨ કરોડ આયુષ્માન કાર્ડ અને દેશમાં પ્રથમવાર વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ આપવા જેવી સિદ્ધિઓ હાંસલ થઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે સુશાસનના સફળ ૫ વર્ષ પૂર્ણ કર્યા છે. આ પાંચ વર્ષોમાં જન આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત, સુલભ અને ટેક્નોલોજી આધારિત સેવાઓના વિસ્તરણ માટે અનેક ક્રાંતિકારી પગલાં લેવામાં આવ્યા છે, જેના પરિણામે રાજ્યના નાગરિકોની સુખાકારીમાં મોટો વધારો થયો છે.

આરોગ્ય ક્ષેત્રની મુખ્ય વિશેષતાઓ અને યોજનાકીય લાભો

આરોગ્ય સહાયમાં વધારો: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી મફત સારવારની મર્યાદા રૂ. 5 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે.

આયુષ્માન કાર્ડનું વિતરણ: રાજ્યમાં નાગરિકોને સરળ્તાથી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે અત્યારસુધીમાં ૨.૯૨ કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.

ડિજિટલ હેલ્થ કાર્ડ: શાળાના વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સુવિધાઓથી સજ્જ કરવા અને તેમનો હેલ્થ ડેટા જાળવવા માટે ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે, અને અત્યારસુધીમાં ૧.૧૫ કરોડ ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

સ્વસ્થ ગુજરાત અને વિશેષ અભિયાનો:

રાજ્યમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૩૧,૦૨૧ નિક્ષયમિત્રોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તથા દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ૫,૭૬,૩૪૪ પોષણ કિટનું વિતરણ કરાયું છે.

રસીકરણ અને તબીબી સંશોધન: મિશન ઇન્દ્રધનુષના વિવિધ તબક્કાઓ હેઠળ ૯,૯૫,૩૯૫ બાળકો અને ૨,૨૫,૯૬૦ સગર્ભા મહિલાઓનું સફળ રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ અત્યાધુનિક તબીબી ક્ષેત્રે સીમાચિહ્ન રૂપ ‘ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ’ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!